દેશમાં રક્તદાન અંગે જનજાગૃતિ વધારવા અને હર ઘર તિરંગાની જેમ હર ઘર રક્તદાતાના થીમ સાથે દેશમાં સાઇકલ યાત્રા શરૂ કરી લોકોને રક્તદાન અંગે જાગૃતિ આપવા કલકત્તાથી શરૂ કરેલી સાયકલ યાત્રા 10 હજાર કિલોમીટરનો પ્રયાસ ખેડી વલસાડ આવી પહોંચી હતી. 5 મહિનાના પ્રવાસમાં 5 હજારથી વધુ યુવાનો અને લોકોને રક્તદાન અંગે જાગૃતિ આપવામાં આવી હતી. અને રક્તદાન અંગે લોકોને જાગૃત કરી નિયમિત રક્તદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. સાઇકલ વીર જયદેવ રાઉત ફૂટબોલ રમતી વખતે થયેલા અકસ્માતમાં પડેલી રક્તની અછતને લઈને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાનની “હર ઘર તિરંગા”ની થીમથી પ્રેરણા લઈ, ફેડરેશન ઓફ બ્લડ ડોનર ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયાના મહાસચિવ અપૂર્વ ઘોષે “હર ઘર રક્તદાતા, ઘર ઘર રક્તદાતા” નો નારો આપ્યો હતો. જે અનુસરીને, સાઇકલ પ્રવાસી જયદેવ રાઉતે (બ્લડ ડોનર ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયાના આજીવન સભ્ય અને બ્રાન્ડ એમ્બેસેડર) તા.1લી માર્ચના રોજ વલસાડ આવી પહોંચ્યા હતા. પ્રચાર-પ્રસાર માટે અત્યાર સુધીમાં આશરે 10 હજાર કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. તેમણે કલકત્તાથી શરૂ કરી ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના વિવિધ શહેરોમાં થઈ તા. 1 માર્ચના રોજ વલસાડ ખાતે પધાર્યા હતા. જેથી વલસાડ રક્તદાન કેન્દ્ર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, વલસાડ બ્રાંચ તથા રેસર્સ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા વલસાડ રક્તદાન કેન્દ્ર ખાતે એમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. તેમણે રેલવે એમ્પ્લોઈસ યુનિયન ઓફિસ ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પની પણ મુલાકાત લીધી હતી. સાથે સાથે તા 2જી માર્ચના રોજ સવારે 7 વાગ્યાથી શોર્ટ સાયકલ રેલીનું ડો.કલ્પેશ જોશી દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.