તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સુરતથી મુંબઈ તરફ જતી કારે ધરમપુર ચોકડી પાસે ગાયને અડફેટે લીધી, ગૌ વંશનું મોત

વલસાડ23 દિવસ પહેલા
  • ઓવરટેક કરવાની લ્હાયમાં ગાય અડફેટે આવી હોવાનું અનુમાન
  • અગ્નિ વીર ગૌ રક્ષકની ટીમે ગૌ વંશની અંતિમ ક્રિયા કરી

વલસાડ ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે સુરતથી મુંબઇ તરફ જતી એક કારના ચાલકે ટેમ્પોનો ઓવરટેક કરવાની ઉતાવળમાં હાઇવે ઉપર રસ્તો ક્રોસ કરતી ગૌ વંશને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. જ્યારે ગૌ વંશનું મોત નીપજ્યું હતું.

વલસાડ ધરમપુર ચોકડી પાસે સુરતથી મુંબઈ તરફ જતી એક કારના ચાલકે ટેમ્પાનો ઓવરટેક કરવાની ઉતાવળમાં હાઇવે ઉપર રસ્તો ક્રોસ કરતી ગૌ વંશને અડફેટે લઈએ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. 108ની મદદ વડે ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કારમાં બોનેટ સહિત નુકશાની થઈ હતી. અકસ્માતમાં ગૌ વંશનું મોત નિપકજ્યું હતું. ગૌ વંશનું મોત નીપજ્યું હોવાની જાણ અગ્નિ વીર ગૌ રક્ષકની ટીમને જાણ થતાં તાત્કાલિક ધરમપુર ચોકડીએ પહોંચી મૃત્યુ પામેલી ગૌ વંશને હાઇવે નજીક અંતિમ ક્રિય કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...