પાર્ક કરેલી કારમાં આગ:વાપીમાં કોપરલી ચાર રસ્તા પાસે કારમાં અચાનક આગ લાગી, જાનહાનિ ટળતા રાહત

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાની ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકા વિસ્તારમાં પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ લાગી હતી. જેથી માર્ગ પર પસાર થતા વાહનચાલકોમાં અચરજ સાથે ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો. જોકે, વાપી નગરપાલિકાની ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનિટોમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ અંગે વાપી નગરપાલિકા ફાયર તરફથી મળેલી વિગતો મુજબ શનિવારે વાપીના કોપરલી ચાર રસ્તા પાસે PWD સર્કિટ હાઉસ નજીક એક GJ15-CA-4469 નંબરની મારુતિ વાનમાં અચાનક જ આગ લાગી હતી. જેથી ફાયર વિભાગની એક ટીમ ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે પહોંચી હતી. વેનમાં ભીષણ આગ લાગી હોય તેની જ્વાળાઓ લબકારા મારતી હતી. જેના પર તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

CNGમાં સ્પાર્ક થવાથી આગ લાગી હોવાનું અનુમાન

આ ઘટનામાં કારમાં આગ લાગી તે પહેલા જ કાર ચાલક કાર પાર્ક કરીને બહાર નીકળી ગયો હતો. જેથી જાનહાનિ ટળી હતી. જોકે, આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. વેનમાં CNG કીટ હોય CNGમાં સ્પાર્ક થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ રજૂ કરવામાં આવ્યું છે. ટાઉન પોલીસ દ્વારા કારના માલિકની ઓળખ કરી આગ લાગવાનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. કોપરલી ચાર રસ્તા પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતા માર્ગ પર પસાર થતા વાહનચાલકોમાં અચરજ સાથે ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો.

અન્ય સમાચારો પણ છે...