તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખલાનો આતંક:વલસાડના કોસંબા રોડ પર રખડતા આખલાએ મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી, સદનસીબે જાનહાનિ ટળી

વલસાડએક મહિનો પહેલા
  • ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવી

ચોમાસાની ઋતુની શરૂઆત થતાની સાથે વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર રખડતાં પશુધનનો ત્રાસ વધી જતો હોય છે. લીલા ઘાસચારાની શોધમાં પશુધન રસ્તા ઉપર નીકળી પડતા હોય છે. શનિવારે સાંજે વલસાડ શહેરના કોસંબા થી આઝાદ ચોક તરફ જતી એક મોપેડ ચાલક મહિલા ને સામેથી આવતા એક આખલાએએ અડફેટે લઈ ચાલુ બાઈક ઉપરથી પછાડી દીધી હતી. અચાનક વાહનોથી ધમધમતા રોડ ઉપર પશુધન દોડી આવતા વાહનચાલકો અચંબામાં મુકાયા હતા.

ઘટનામાં ઇજાગ્રસ્ત વાહનચાલક મહિલા ને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર ઘટના નજીકમાં આવેલી એક દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. રખડતા પશુધન સામે વહીવટી તંત્ર કડકાઈથી પગલાં ભરે તેવી માંગ વાહન ચાલકોમાં ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...