તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વલસાડમાં વેક્સિન લેવા જઈ રહેલા ભાઇ બહેનને ડમ્પરે અડફેટે લીધા

વલસાડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગંભીર ઈજા થતાં સ્થાનિક બાદ સુરતની હોસ્પિટલમાં

વલસાડના પારનેરાપારડીમાં રહેતા ભાઇ બહેન બાઇક ઉપર હરિયા પીએચસીમાં વેક્સિન મુકાવવા જઇ રહ્યા હતા તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલા ડમ્પરે ટક્કર મારતા બંન્ને રોડ પર પટકાતા જમણા પગે ગંભીર ઇજા પહોંચી હતી.જેમાં બહેનને વધુ ઇજા પહોંચતા કસ્તુરબામાં લઇ ગયા બાદ સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.વલસાડ પારનેરાપારડી સ્કૂલ ફળિયામાં રહેતા નિકુંજ ભીખુભાઇ પટેલ અને તેમની મોટી બહેન પ્રતીક્ષાએ કોવિડ-19ની વેક્સિન મૂકાવવા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

તેઓ મેસેજની રાહ જોઇ રહ્યા હતા તે દરમિયાન તેમના મોબાઇલમા વેક્સિન મૂકાવવા માટે મેસેજ આવ્યો હતો જેની જાણ પ્રતીક્ષા બેને તેમના ભાઇ નિકુંજને કરી હતી.જેને લઇ નિકુંજ તેની બહેન પ્રતીક્ષાને લઇને મોટરસાઇકલ ઉપર હરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જવા નિકળ્યા હતા.પીએચસીમાં પહોંચતા ગ્રામપંચાયતમાં વેક્સિન મુકાઇ રહી છે તેવું જણાવતા બંન્ને બાઇક પર પંચાયત જવા નિકળ્યા હતા,દરમિયાન હરિયા ચાર રસ્તા પાણીની ટાંકી પાસે પહોંચતા સામેથી પૂર ઝડપે આવેલા‌ ડમ્પરે વ‌ળાંક લેતી વે‌ળા પાછળના ભાગેથી બાઇકને ટક્કર લાગતા બાઇક પરથી ભાઇ બહેન પટકાયા હતા.

નિકુંજને જમણાં પગે ગુઢ માર તથા બહેન પ્રતીક્ષાના પગે ગંભીર ઇજા પહોંચી હતી.પ્રતીક્ષાને વલસાડ કસ્તુરબામાં લઇ ગયા બાદ તેમને સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર હેઠળ મૂકવામાં આવ્યા હતા.અજાણ્યો ડમ્પર ચાલક વાહન લઇને ફરાર થઇ ગયો હતો.જેની વિરૂધ્ધ નિકુંજભાઇએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...