દેહવ્યાપાર:વલસાડના અબ્રામા વિસ્તારમાં એક ફ્લેટમાં ચાલી રહેલું કુટણખાનુ ઝડપાયું, સંચાલિકા સહિત બે ગ્રાહકો ઝડપાયા

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાડે ફ્લેટ રાખી એક મહિનાથી કુટણખાનું ચાલી રહ્યું હોવાનો ખુલાસો

વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલાસોનાનગરમાં દરોડો પાડી એક ફલેટમાં ચાલતા કુટણખા્નાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી એક પીડિત મહિલાને મુક્ત કરાવી છે. તો કુટણખાનાની સંચાલિક, બે ગ્રાહકો અને કુટણખાનુ ચલાવવામા મદદગારી કરનારા અન્ય એક શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલા સોના નગરમાં આવેલા યશકમલ બિલ્ડિંગમાં રૂમ નંબર 301ને ભાડે રાખી છેલ્લા એક માસથી એક મહિલા દ્વારા દેહ વ્યાપાર ચલાવવામાં આવતો હતો જે અંગેની બાતમી વલસાડ સીટી પોલીસના PI VD મોરીને થતા તેમના સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યા ઉપર રેડ કરતા પોલીસને રૂમમાંથી દેહવ્યાપારના કેટલાક સામાન મળી આવ્યા હતા સાથે જ રૂમમાં 2 ગ્રાહક 1 ભોગ બનનાર યુવતી અને 1 દલાલ સહિત 4 વ્યકિત મળઈ આવી હતી. છેલ્લા એક માસથી અબ્રામા સોના નગર વિસ્તારમાં એક યશકમલ એપાર્ટમેન્ટમાં રૂમ ભાડે રાખી દેહવેપાર સંચાલક- આશાબેન જીતેન પ્રાણગોપાલ દાસ ઉ.વ 40 મુળ રહે . શીબરામ બાતી તા.કાંદી જી મુજિંદાબાદ પશ્ચિમબંગાળ હાલ રહે . વાપી ગુંજન પેપીલોન હોટલ પાછળ તા.વાપી જી વલસાડ ), કમલેશ વેણીભાઇ સોઢા ઉ.વ 48 રહે . પંચવટી મોગરાવાડી તા.જી. વલસાડ મુળ રહે . હવેલી શેરી વાણંદ શેરી તા.મહુવા જી . ભાવનગર, જ્યારે ગ્રાહક તરીકે આવેલ નિર્મલ રમેશભાઇ પટેલ ઉ.વ 31 રહે.ધરમપુર મોટી ઢોલ ડુંગરી તા.ધરમપુર જી વલસાડ ,તેમજ શ્યામ રાજેશભાઇ પટેલ ઉ.વ 21 રહે . ધરમપુર રાજમાળ રોડ વિજયા લક્ષ્મી પેલેસ તા.ધરમપુર જી વલસાડ મુળ રહે . ગડવા તા . માણાવદર જી જુનાગઢ પોલીસે ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...