ગોઠવેલું છટકું નિષ્ફળ:વલસાડમાં સિટી પોલીસ મથકમાં પોલીસ કર્મી વિરૂધ્ધ લાંચનું છટકું નિષ્ફળ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બૂટલેગરનો ફોન પરત કરવા પોલીસકર્મીએ લાંચ માંગ્યાની ACBમાં ફરિયાદ હતી

વલસાડ સિટી પોલીસ મથકના એક પોલીસ કર્મચારીએ બુટલેગરનો ફોન પરત આપવા માટે લાંચની માગણી કરાઇ હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ અરજીના આધારે એસબીએ ગોઠવેલું છટકું નિષ્ફળ ગયું હતું.જે મામલે પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી હતી.આ છટકા દરમિયાન આક્ષેપિત પોલીસ કર્મચારીએ દ્વારા કોઇ હેતુ લક્ષી વાતચીત ન થતા અને નાણાંની લેવડદેવડ ન થતાં આ છટકું ફેલ ગયું હોવાનું એસીબીએ જણાવ્યું હતું. જો કે આ મામલે એસીબીએ પ્રાયમરી તપાસ માટે ઉપરી અધિકારીઓની મંજૂરી માગી છે.

ત્યારબાદ વધુ તપાસ કાર્યવાહી હાથ ધરાશે એસીબી સૂત્રોમાંથી મળતી વિગત મુજબ વલસાડ સિટી પોલીસ મથકની હદમાં દારૂ પકડવાના કેસમાં બુટલેગરના મોબાઇલ ફોન પણ કબજે લીધો હતો.જો કે મોબાઇલ ફોન રેકર્ડ પર લેવાયો ન હતો અને આ ફોનનો પ્રોહિ.ગુનામાં ઉપયોગ થયો ન હતો.બુટલેગરની ધરપકડ કર્યા બાદ છુટકારો થઇ ગયા બાદ પોલીસ કર્મચારી પાસે બુટલેગરે મોબાઇલ ફોન માગ્યો હતો,પરતું તેના માટે પોલીસ કર્મીએ મોબાઇલ ફોન પરત આપવા લાંચની માગણી કરી હોવાના આક્ષેપ સાથે બુટલેગરે વલસાડ એસીબી પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપી હતી.જેના આધારે એસીબી પીઆઇ કે.આર.સકસેનાએ તેમની ટીમ સાથે રવિવારે બપોરે છટકાંનું આયોજન કર્યું હતું.જેમાં ફરિયાદી સાથે લઇ પોલીસ મથકમાં ટીમ પહોંચી હતી.

એસીબીની ટીમ પણ દૂર હતી ત્યારે ફરિયાદી દ્વારા દૂરથી વહેલો સૂચિત ઇશારો કરી દેવામાં આવતા આક્ષેપિત પોલીસ કર્મચારી સમજી ગયો હતો.જેને લઇ ફરિયાદી સાથે હેતુ લક્ષી વાતચીત કે પૈસાની લેવડદેવડ ની વાત ન થતાં એસીબીની ટ્રેપ નિષ્ફળ ગઇ હતી.જેના પગલે એસીબી પીઆઇ સકસેનાએ પોલીસ કર્મચારી સામે લાંચના આક્ષેપની આ ફરિયાદ અંગે તપાસ કરવા માટે વડી કચેરી પાસે મંજૂરી માગી છે,જે મંજૂર થયા બાદ આ કેસની તપાસ,પુરાવાઓ સાથે કાર્યવાહી કરાશે તેવું એસીબીએ જણાવ્યું હતું.

ટ્રેપ ગોઠવાઇ હતી પણ હેતુલક્ષી વાત કે લેવડદેવડ ન થતાં નિષ્ફળ
વલસાડ પોલીસ મથકના એક પોલીસ કર્મી સામે મોબાઇલ ફોન પરત કરવા લાંચની માગણીની બુટલેગરની ફરિયાદ અરજીના આધારે સિટી પોલીસ મથકમાં છટકાંનું આયોજન કર્યું હતું.લાંચની માગણી થઇ હતી જેના પુરાવા છે પણ છટકાં દરમિયાન ફરિયાદી દ્વારા વહેલો ઇશારો થઇ જતાં પોલીસ કર્મી સતર્ક થઇ ગયો હતો.આ સાથે નાણાંની હેતુલક્ષી વાતચીત અને લેવડદેવડ જ ન થતાં ટ્રેપ નિષ્ફળ થઇ હતી.જો કે આ કેસમાં જે આક્ષેપ છે તેની પ્રાથમિક તપાસ અને પુરાવા માગી કાર્યવાહી હાથ ધરવા ઉચ્ચ કચેરીથી મંજૂરી માગી છે.

અન્ય સમાચારો પણ છે...