• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • A Barrel Full Of Acid Fell From A Truck On The Service Road On Vapi National Highway In Valsad, Motorists Are Disturbed By Acid Spilling On The Road.

મોટી દુર્ઘટના ટળી:વલસાડના વાપી નેશનલ હાઈવે પર સર્વિસ રોડ પર ટ્રકમાંથી એસિડ ભરેલું બેરલ પટકાયું, રસ્તા પર એસીડ ઢોળાતા વાહનચાલકો પરેશાન

વલસાડ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રક પાછળ અન્ય કોઈ વાહન ન આવતું હોવાના કારણે દુર્ઘટના સર્જાતા અટકી
  • ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી રસ્તા પરથી એસિડ દૂર કર્યું

વલસાડ જિલ્લાના વાપી હાઇવેના સર્વિસ રોડ ઉપર પસાર થતી કોઈ ટ્રકમાંથી એસિડ ભરેલું ડ્રમ રસ્તા ઉપર પડી ગયું હતું. એસિડ ભરેલું ડ્રમ રસ્તા ઉપર પડતા ડ્રમ ફાટ્યું હતું અને તેમાં ભરેલું એસિડ રસ્તા ઉપર ઢોળતા ધૂમળો નીકળવા લાગ્યો હતો. જેને લઈને રસ્તા ઉપર પસાર થતા વાહન ચાલકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ઘટનાની જાણ વાપી ફાયર વિભગની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો કરી એસિડને રસ્તા ઉપરથી દૂર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યો હતો.

ટ્રક પાછળ કોઈ વાહન આવતું ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી
વલસાડ જિલ્લાના વાપી હાઇવે ઉપર આવેલી ગિરિરાજ હોટલ પાસે પસાર થતી એક અજાણી ટ્રકમાંથી એક અંદાજે 200 લિટરનું ડ્રમ ટ્રકમાંથી રસ્તા ઉપર પટકાયુ હતું. સદનસીબે પાછળથી કોઈ વાહન આવતું ન હોવાથી મોટી દુર્ઘટના થતા ટળી હતી. ટ્રકમાંથી ડ્રમ રસ્તા ઉપર પટકાતા ડ્રમ ફાટી ગયું હતું અને ડ્રમમાં ભરેલું એસિડ રસ્તા ઉપર ઢોળતા ધૂમળો નીકળવા લાગ્યો હતો. જેને લઈને રોડ ઉપર વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વાહન ચાલકો અને આજુબાજુના સ્થાનિક લોકોની આંખ બળવા લાગતા તાત્કાલિક વાપી ફાયર વિભગની ટીમને ઘટનાની જાણ કરી હતી.

ફાયરબ્રિગેડે રસ્તા પર પાણીનો મારો ચલાવી એસિડને દૂર કર્યું
વાપી ફાયર વિભગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી રસ્તા ઉપર ઢોળાયેલું એસિડ દુર કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ઘટનાને લઈને વાપી પોલીસ, GPCB અને ફાયર વિભાગની ટીમે ઘટમાં સ્થળે તપાસ કરતા એસિડ ભરેલું ડ્રમ હોવાનું જાણી થોડી રાહત મેળવી હતી. ટ્રકની નજીક કોઈ વાહન ચલાવતું ન હોવાથી મોટી દુર્ઘટના થતા ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...