તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કળયુગની કલંકિત ઘટના:95 વર્ષના બિમાર પિતાને સગા પુત્રએ ઘસડીને માર માર્યો, ફરિયાદ થતાં પુત્રની ધરપકડ

વલસાડ3 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • વલસાડના મૂળી ગામની ઘટના, મોટા પુત્રના ઘરે જતાં મામલો બિચક્યો, પૌત્રની કાકા સામે ફરિયાદ

વલસાડના મૂળી ગામે પોતાના એક પુત્રના ઘરે રહેતા 95 વર્ષીય બિમાર દાદા બીજા પુત્રના ઘરે જતાં ઉશ્કેરાયેલા કાકાએ દાદાને માર મારી ઘસડીને ઘરે લઇ જતાં પૌત્રએ કાકા સામે ફરિયાદ નોંધાવી છે. તમે તો ઢોર છો, બાપને એક રોટલો ખવડાતા નથી તેમ પૌત્ર અને તેના પિતાને કહી ગાળો આપી કાકાએ બિમાર પિતાને માર મારતા મામલો પોલીસ દફતરે પહોંચ્યો હતો.

પૌત્ર રાજુભાઇ શંકરભાઇ હળપતીએ પોલીસ ફરિયાદ કરી
વલસાડ તાલુકાના મૂળી ગામે રહેતા પૌત્ર રાજુભાઇ શંકરભાઇ હળપતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના દાદા ભીખાભાઇ સોમાભાઇ હળપતી તેમના પુત્ર એવા કાકા રમણભાઇ ભીખાભાઈ હળપતિના ઘરે રહે છે. 15 જૂને દાદા પૌત્ર રાજૂભાઇના ઘરે આવી રાજુ મને બચાવી લે તારા કાકા મને ખુબ મારે છે અને મારી નાખવાનો છે મારી તબિયત સારી નથી, મને હોસ્પિટલ પણ નથી લઇ જતો જેથી મારે તેની સાથે નથી રહેવું, તારા ઘરે જ રહેવુ છે તેવું જણાવ્યું હતું.

કાકા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો
તે ‌વખતે જ જેની સાથે રહેતા હતા તે રાજૂના કાકા અને દાદાના પૂત્ર રમણભાઇએ આવીને દાદાને ઘરમાંથી પકડી બહાર ધસડી જઇ ઝાપટ મારી ઢીક્કામૂક્કીનો માર માર્યો હતો. દાદાને માર મારતા પૌત્ર રાજૂએ રૂરલ પોલીસ મથકે કાકા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. અને પુત્રની ધરપકડ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...