કોરોના અપડેટ:વલસાડમાં તિથલ રોડના 74 વર્ષીય વૃધ્ધ સંક્રમિત

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને ડોઝ લીધા બાદ પણ વૃધ્ધ સંક્રમિત થયા

વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવનો સોમવારે વધુ એક કેસ સામે આવ્યો હતો.જેમાં વલસાડના તિથલ રોડના એક 74 વર્ષીય વૃધ્ધ સંક્રમિત થયા હતા. આ વડીલનું વેક્સિનેશન સ્ટેટસ જોતાં બંન્ને ડોઝ લીધા હોવા છતાં સંક્રમણની ઝપેટમાં આવી ગયા હતા.

વલસાડમાં કોરોના સંક્રમણનું જોર અન્ય તાલુકા કરતા વધુ હોવાનું જણાયું છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં કોરોના પોઝિટિવના દર્દી ઓછા જોવા મળ્યા છે. જ્યારે વલસાડ તાલુકામાં અત્યાર સુધી 23 કેસ એક્ટિવ છે. જિલ્લામાં કુલ 30માંથી વલસાડ તાલુકાના જ 23 જેટલા એક્ટિવ કેસ સામે આવ્યા છે. 4 ઓક્ટોબર સોમવારે પણ વલસાડ શહેરમાં તિથલ રોડ ઉપર રહેતા એક 74 વર્ષીય વડીલ કોરોના સંક્રમણનો શિકાર બન્યા હતા. જેમાં આશ્ચર્યજનક બાબત જોતાં કોરોના પોઝિટિવ બનેલા આ વડીલે વેક્સિનના બંન્ને ડોઝ લીધાં હતા.

આ સાથે વલસાડ જિલ્લામાં સોમવારે 3 દર્દીએ કોરોનાને માત આપી સાજા થઇ ગયા હતા. જેમાં પારડીના સોનવાડામાં અતુલ ફળિયામાં રહેતા 26 વર્ષીય યુવાન, અંબાચમાં 55 વર્ષીય મહિલા અને સરીગામની 46 વર્ષીય મહિલાએ સાજી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...