રાજ્યમાં કોરોના સંક્રમણ વધી વધ્યું છે. જેને લાઈન વલસાડ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ ધીમી ગતિએ વધી રહ્યું છે. આજે ધરમપુર તાલુકામાં 62 વર્ષીય એક મહિલા કોરોના સંક્રમિત જાહેર થતા ધરમપુર તાલુકા અને વલસાડ જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જેની સાથે વલસાડ જિલ્લામાં સંક્રમિત દર્દીનો આંક વધીને 6 ઉપર પહોંચ્યો છે. આજે પ્રાંત અધિકારીઓએ ડુંગરી વિસ્તારમાં સંક્રમિત આવેલા વિસ્તાર માટે કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર પણ જાહેર કરવામાં આવ્યો છે. ધરામપુરમાં આજ રોજ સંક્રમિત જાહેર થયેલી મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાથી પરિવારના સભ્યોના RTPCR ટેસ્ટ ધરમપુર તાલુકા આરોગ્ય વિભગની ટીમે હાથ ધર્યો છે. સાથે સંક્રમિત જાહેર થયેલી વૃદ્ધાના ઘરની આજુબાજુના વિસ્તારમાં કોવિડને સામાન્ય લક્ષણો ધરાવતા લોકોને નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર કોવિડ ટેસ્ટ કરાવવા જાગૃત કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં ધીરે ધીરે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેને લઈને રાજ્ય આરોગ્ય વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં આરોગ્ય વિભગની ટીમને સતર્ક રહેવા સૂચનાઓ આપી દેવામાં આવી છેમ ધુળેટી પર્વ બાદ વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં કોરોનાની ધીમી ગતિએ એન્ટ્રી થઈ ચુકી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રહેતી એક 62 વર્ષીય ગૃહિણીને કોવિડને સામાન્ય લક્ષણો જણાય આવતા નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર જઈને કોવિડ RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં વૃદ્ધા કોરોના સંક્રમિત જાહેર થઈ હતી. જેને લઈને વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંક વધીને 6 ઉપર પહોંચ્યો છે. જેને લઈને જિલ્લાનું વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભગની ટીમ દોડતી થઈ હતી. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આજે સંક્રમિત જાહેર થયેલી વૃદ્ધાના સંપર્કમાં આવેલા લોકોની કોન્ટેક હિસ્ટ્રી મેળવી તેમને ટ્રેસિંગ કરવાની કામગીરી હાથ ધરી છે. વૃદ્ધાના ઘરની આજુબાજુના વિસ્તારમાં આરોગ્ય વિભાગે કોરોના જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે.
સાથે આજુબાજુના વિસ્તારમાં કોવિડને સામાન્ય લક્ષણો ધરાવતા લોકોના ટેસ્ટિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડ તાલુકામાં આગળ જાહેર થયેલા ડોકટર અને કાંઠા વિસ્તારમાં રહેતા 2 યુવકોના સંપર્કમાં આવેલા લોકોના RTPCR ટેસ્ટ કરાવતા તમામના રિપોર્ટ કોવિડ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો હતો. તેજ રીતે આજે સંક્રમિત જાહેર થયેલી વૃદ્ધાના પરિવારના સભ્યો અને સંપર્કમાં આવેલા લોકોની યાદી મેળવી જિલ્લા આરોગ્ય વિભગની ટીમે તેમના RTPCR સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી છે. વલસાડ જિલ્લામાં એક્ટિવ કેસનો આંક વધીને 6 ઉપર પહોંચી ગયો છે. જિલ્લા આરોગ્ય વિભાગે કોરોના સંક્રમણ અટકાવવા સંક્રમિત જાહેર થયેલા દર્દીના આજુબાજુના વિસ્તારમાં સતર્કતા હાથ ધરીને સંક્રમણ અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
છેલ્લા 6 દિવસમાં વલસાડ જિલ્લા આરોગ્ય વિભગની ટીમે અલગ અલગ હેલ્થ કેન્દ્રો, સરકારી દવાખાને કાર્યરત એવા કોવિડ ટેસ્ટિંગ સેન્ટર ખાતે કુલ 700થી વધુ લોકોના RTPCR ટેસ્ટ છેલ્લા 6 દિવામાં કરવામાં આવ્યા હતા. જે પૈકી વલસાડ તાલુકામાંથી 5 અને ધરમપુર તાલુકામાં 1 સંક્રમિત દર્દી જાહેર થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.