તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:વલસાડ તાલુકાના અટગામમાં 42 વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા 21 પર સ્થિર

વલસાડ જિલ્લામાં રવિવારે માત્ર એક કેસ નોંધાયો હતો.જેમાં વલસાડ તાલુકાના અટગામમાં 1 મહિલા કોરોના પોઝિટિવ થઇ હતી.આ સાથે જિલ્લામાં કોરોના દર્દીના એક્ટિવ કેસની સંખ્યા 21 જેટલી થઇ છે. અન્ય તાલુકાઓમાં કોઇ કેસ નોંધાયા ન હતા. કોરોના વાયરસના સંક્રમણનું જોર ડિસેમ્બરમાં ક્રમશ: ઘટી રહ્યું હતું.સિંગલ ડિજિટમાં અને તે પણ 1 થી 4 કેસ મહિના દરમિયાન ક્રમશ: નોંધાતા રહ્યા હતા.ડિસેમ્બરના અંતની તૈયારી છે ત્યારે પણ આ સિલસિલો જારી રહ્યો છે.

ઓછાં કેસ થતાં થોડી રાહત અનુભવાઇ રહી છે,પરંતુ તેમાં કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરવું દરેક માટે અત્યંત જરૂરી છે અને ફરજિયાત માસ્ક અને સોશ્યિલ ડિસ્ટેન્સિંગની તાકીદ કલેકટર આર.આર.રાવલ દ્વારા કરાઇ છે.આ સંજોગોમાં રવિવારે વલસાડ તાલુકાના અટગામમાં એક 42 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થઇ હતી.

જેને લઇ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા હવે 21 પર સ્થિર થઇ હતી.અન્ય તાલુકાઓમાં કોઇ કેસ નોંધાયો ન હતો.દમણમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના પોઝિટિવના કેસ ન નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા માત્ર બે રહી છે. રવિવારે કોરોનાગ્રસ્ત એક દર્દી રિકવર થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો