આત્મહત્યા:વલસાડ અને પારડી વચ્ચે આવેલી પાર નદીમાં અતુલ ગામના 22 વર્ષીય યુવકે મોતની છલાંગ લગાવી

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક કલાકની ભારે જહેમત બાદ યુવકની લાશ મળી
  • પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

વલસાડ તાલુકાના અતુલ ગામ નજીક આવેલી પાર નદીના પુલ ઉપરથી અતુલ ગામના 22 વર્ષીય આશાસ્પદ યુવકે શનિવારે બપોરે મોતની છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને ચંદ્રપુરના તરવૈયાઓને અને પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ચંદ્રપુરના તરવૈયાઓને એક કલાકની ભારે જહેમત બાદ યુવકની લાશ મળી હતી.

વલસાડ તાલુકાના અતુલ ખાતે રહેતો 22 વર્ષીય પ્રિન્સ નિલેશભાઈ પટેલ (રહે. વાળી ફળીયું અતુલ) શનિવારે અતુલ હાઇવે ઉપર આવેલી પાર નદીના પુલ ઉપરથી અગમ્ય કારણોસર જંપલાવ્યું હતું.

હાઇવે ઉપરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોએ તાત્કાલિક સ્થાનિક લોકોને જાણ કરી હતી. સ્થાનિક લોકોએ રૂરલ પોલીસ અને ચંદ્રપુર ગામના તરવૈયાઓને જાણ કરી હતી. રૂરલ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નદીના પુલ ઉપર બનાવની જગ્યાએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ચંદ્રપુરના તરવૈયાઓની ટીમે પાર નદીના પાણીમાં એક કલાકની જહેમત બાદ યુવકની લાશ મળી આવી હતી. રૂરલ પોલીસની ટીમે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...