ચાલુ ટ્રેને યુવક પટકાયો:વલસાડ છીપવાડ ગરનાળા ઉપરથી પસાર થઈ રહેલી બીકેનારે ટ્રેનમાંથી 21 વર્ષીય યુવક પટકાયો

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકને 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયો

વલસાડના છીપવાડ રેલવે ગરનાળા ખાતે 12 જૂન 2021ના રોજ ગરનાળા ઉપરથી પસાર થઈ રહેલી બિકાનેર એક્સપ્રેસ ટ્રેનમાંથી 21 વર્ષીય એક યુવક ચાલુ ટ્રેને પટકાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક રેલવે પોલીસ અને GRPની ટીમને જાણ કરતા 108ની મદદ વડે યુવકને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

વલસાડના છીપવાડ રેલવે ગરનાળા ઉપર 12 જૂન 2021ના રોજ પસાર થઈ રહેલી બિકાનેર એક્સપ્રેસ ટ્રેનના કોઈ એક કોચમાં યાત્રા કરી રહેલો 21 વર્ષીય અજાણ્યો યુવક અગમ્ય કારણો સર ચાલુ ટ્રેને નીચે પટકાયો હતો. છીપવાડ રેલવે ગરનાળા પાસે પટકાયેલા યુવકને ટ્રેનના ગાર્ડ જોતE તાત્કાલિક વલસાડ સ્ટેશન માસ્તરને બનાવની જાણ કરી હતી.

વલસાડ સ્ટેશન માસ્તરે તાત્કાલિક GRPની ટીમને જાણ કરતા GRPની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકને ચેક કરતા યુવક બેભાન હાલતમાં મળી આવ્યો હતો. GRPની ટીમે 108ની મદદ લઈને બેભાન થયેલા યુવકને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. વલસાડ GRPની ટીમે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...