અકસ્માત:ધરમપુરના સ્વીમીંગ પુલમાં મિત્રો સાથે ન્હાવા પડેલા 19 વર્ષીય યુવકનું મોત

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્પોર્ટસ કોમ્પલેક્સમાં 24 કલાક વોચમેન મુકવાની માગ

ધરમપુરનાં પાલીકા સંચાલિત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનાં સ્વીમિગ પુલમાં દીવાલ કૂદી મિત્રો સાથે ન્હાવા પડેલા વાંસદાનાં 19 વર્ષીય યુવાનનુ મોત નીપજયુ હતું, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનાં દરવાજાનુ તાળુ બંધ હોવાથી દીવાલ કૂદી અંદર પ્રવેશ કર્યો હતો.

વાંસદા તાલુકાનાં ચંપાવાડી ખાતે રહેતા ઉમરફારૂખ જાકિરભાઇ ખલીફા ઉ.વ 19, જે ધરમપુરનાં મસ્જિદ ફળીયા ખાતે રહેતી બહેનનાં ઘરે રહેવા આવ્યો હતો. જ્યાંથી આજરોજ બે મિત્રો સાથે ત્રણ દરવાજા વિસ્તારમાં ફરવા નીકળ્યા હતાં. જ્યાંથી ત્રણ દરવાજા ખાતે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનાં દરવાજાનો ગેટ બંધ હોવાથી સાઇડની દીવાલ કૂદી મિત્રો સાથે અંદર પ્રવેશી સ્વિંમીગ પુલમાં ન્હાવા પાડ્યા હતાં.સ્વીમિગ પુલમાં અંદર જતા પાણીની ઉંડાઇ વધુ હોય, અને ઉંમર ફારૂકને તરતા આવડતું ન હોવાની સાથે ઉંડાઇનો ખ્યાલ ન હોય જેથી ડૂબવા માંડ્યો હતો,સાથી મિત્રોએ કરેલ બૂમાબૂમનાં પગલે અવાજ સાંભળી આજુબાજુનાં લારી ગલ્લા ધારકો દોડી ગયા હતાં, અને ડૂબી રહેલા યુવાનને બહાર કાઢી,બેભાન અવસ્થામાં એક ઈસમ તેમની બાઈક પર બેસાડી નજીકમાં આવેલ સ્ટેટ હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો.જ્યા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પાલિકા સંચાલિત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં પાલીકા દ્બારા 24 કલાક વોચમેન મૂકવાની લોકોમાં માંગ ઉઠી છે,જે બાબતે એક મીડિયા કર્મીએ પાલીકા પ્રમુખ જ્યોત્સનાબેન દેસાઈનો ટેલિફોનીક સંપર્ક સાંધતા જે બનાવ બાબતે કોઈ જાણ ન હોવાનું જણાવ્યું હતું,

પાલિકા દ્વારા નિર્મિત સ્વિમિંગ પુલ શરૂ થયાને હજી માસ પણ થયો નથી
પાલિકા દ્વારા બનાવવામાં આવેલા સ્પોર્ટસ કોમ્પલેક્સનું સ્વિમિંગ પુલનું હાલમાં જ લોકાર્પણ કરાયું હતું. જોકે, હજી તેમાં તરણ કરવા માટે કોઇ આવતું ન હતું. રવિવારે ત્રણ મિત્રો સ્પોર્ટસ કોમ્પલેક્સની કંપાઉન્ડ વોલ કૂદીને અંદર જતા ડૂબી જવાથી એક બાળક મોતને ભેટ્યો છે ત્યારે વોચમેન કેમ રાખવામાં આવ્યો ન હતો એવા સવાલો પણ ઉપસ્થિત થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...