વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતી એક સગીરા ઘરેથી કોઈ કામે બહાર ગઈ હતી. સાંજ સુધી સગીરા ઘરે પરત ન ફરતા તેના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. પરિવારજનોએ સગીરાની આજુબાજુના વિસ્તારો અને સંભવિત વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે, તેમ છતાં સગીરા ક્યાંય મળી આવી ન હતી. અંતે સગીરાને કોઈક યુવકે લગ્ન કરવાની લોભામણી લાલચ આપી અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ સગીરાના પરિવારે નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસે તપાસ હાથ ધરી
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતા એક પરિવારની સગીરા ઘરેથી કોઈક કામ અર્થે બહાર ગઈ હતી. જે બાદ મોડી સાંજ સુધી સગીરા ઘરે પરત ફરી ન હતી. જેથી પરિવારજનોએ સગીરાની શોધખોળ હાથ ધરી હતી. સગીરાની બહેનપણીઓને ત્યાં તેમજ અન્ય વિસ્તારમાં સગીરાની શોધખોળ હાથ ધરવા છતાં સગીરા મળી આવી ન હતી. જેથી સગીરાના પરિવારે નજીકના પોલીસ મથકે કોઈક યુવક લગ્ન કરવાની લોભામણી લાલચો આપીને સગીરાને તેના વાલીના કબ્જામાંથી અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરાના પરિવાર પાસેથી ફોટો મેળવી ગુજરાત રાજ્ય અને આજુબાજુના રાજ્યના પોલીસ અધિકારીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી ફોટો મોકલાવી સગીરાની શોધખોળ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.