108ની ટીમ દેવદૂત બની:કપરાડાના ખડકવાલ ગામમાં 12 દિવસના બાળકને દૂધ પીવાનું બંધ કરી દેતા બાળકને સમયસર સારવાર આપી જીવ બચાવ્યો

વલસાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ખડકવાલ ગામમાં રહેતી એક શ્રમિક મહિલાનું 12 દિવસ પટેલ જન્મેલા બાળકે ગઈકાલથી માતાનું દૂધ પીવાનું છોડી દીધુ હતું. જેને લઈને બાળક ઠંડુ થઈ રહ્યું હતું. બાળકની માતાએ તાત્કાલિક સ્થાનિક અગ્રણીઓને જાણ કરીને 108ની મદદ માંગી હતી. 108ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બાળકના ડોક્ટરની સલાહ મુજબ સમયસર પ્રાથમિક સારવાર આપવામાં આવતા બાળકનો જીવ બચાવવામાં સફળતા મેળવી હતી. 108ની ટીમે સમયસર જરૂરી સારવાર આપતા બાળકનો જીવ બચાવી શકાયો હતો.

વલસાડ જિલ્લાના કપરાડાના ખડકવાલ ગામમાં રહેતા એક શ્રમિક પરિવારને ત્યાં 12 દિવસ પહેલા તંદુરસ્ત બાળકનો જન્મ થયો હતો. ગતરાત્રિથી નવજાત બાળકે માતાનું દૂધ પીવાનું બંધ કરી દીધું હતું. અને બાળક ધીમે ધીમે ઠંડુ પડવા લાગ્યું હતું. બાળકની માતાએ પરિવારના સભ્યોને અને અગ્રણીઓને જાણ કરી હતી. બાળકની માતાએ 108ની ટીમ પાસે 12 દિવસના નવજાત બાળકનો જીવ બચાવવા મદદ માંગી હતી. ઘટનાની જાણ વલસાડ જિલ્લાના કપરાડા લોકેશન-1ની 108ની EMT મામતાબેન ગાવીતને થતા પાયલોટ રાહુલ પટેલ સાથે તાત્કાલિક 108ની ટીમ ખડકવાલ ગામના સુંદર ફળિયામાં રહેતા શ્રમજીવી પરિવાર પાસે પહોંચ્યા હતા. જ્યાં બાળકને ચેક કરતા ગતરાત્રિથી માતાનું દૂધ પીધું ન હોવાથી બાળકના શરીરમાં પાણીનું લેવલ ઘટી ગયું હતું. અને બાળક ઠંડુ પાડવા લાગ્યું હતું. બાળક રડ્યા કરતું હતું. બાળકના પલ્સ ઘટી રહ્યા હતા. જેથી 108ની ટીમે બાળકોના નિષ્ણાત ડૉક્ટરોની સલાહ લઈને 108 એમ્બ્યુલન્સમાં બાળકને પ્રાથમિક સારવાર આપી હતી. બાળકને ઓક્સિજન સહિતની પ્રાથમિક જરૂરી સારવાર આપીને બાળકને સ્વસ્થ કરી કપરાડા CHC હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. સમયસર 108ની ટીમની સારવાર મળી જતા 12 દિવસના નવજાત બાળકનો જીવ બચાવવામાં 108ની ટીમને સફળતા મળી હતી. બાળકની માતા અને તેના પરિવારે બાળકનો જીવ બચાવનાર EMTનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...