તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:વલસાડના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ગોરગામ હેઠળનાં તમામ ગામોમાં 98.49% રસીકરણ સંપન્ન

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 ગામોમાં 18 વર્ષથી વધુ વયના કુલ 21 હજાર 29 પૈકી 20 હજાર 711 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો

વલસાડ તાલુકાના ગોરગામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર હેઠળના તમામ 15 ગામોમાં તબક્કાવાર પ્રથમ ડોઝની રસીકરણ કામગીરી પૂર્ણ કરી વલસાડ જિલ્લાનું 98.49% રસીકરણ પૂર્ણ કરનારું અને 100% રસીકરણ નજીક પહોંચનારું જિલ્લાનું પ્રથમ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર બન્‍યું છે. આ કામગીરી પૂર્ણ કરવામાં મેડિકલ ઓફિસર ડૉ. દિવ્‍યેશ પટેલ તથા તેમની ટીમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. જે જિલ્લાનાં બીજા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો માટે ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે.

પ્રાથમિક આરોગ્ય કેન્‍દ્ર ગોરગામના મેડિકલ ઓફિસર, આરોગ્‍ય સ્‍ટાફ તથા વહીવટી સ્‍ટાફની સફળ કામગીરી કરીને 21 હજાર 29 પૈકી 20 હજાર 711 લાભાર્થીઓએ રસીકરણ કરાવીને 98.49% રસીકરણ કામગીરી કરવા બદલ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની તથા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.અનિલ પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા છે.

આ ઉપરાંત વલસાડ તાલુકાના ધરાસણા પી.એચ.સી. હેઠળ આવતા કુલ 12 ગામોમાં પાત્રતા ધરાવતા 22 હજાર 290 પૈકી 21 હજાર 588 લાભાર્થીઓએ કોરોના રસી મુકાવી 96.85% વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝથી રક્ષિત કરવામાં આવ્‍યા છે. આગામી 2થી 3 દિવસોમાં બાકી રહેલા વ્‍યક્‍તિઓની રસીકરણ કામગીરી પુર્ણ કરવાનું આયોજન કરાયું છે.

વલસાડ જિલ્લામાં કોવિડ -19ની ત્રીજી લહેરથી બચવા કોરોના રોગપ્રતિકારક રસીકરણ અભિયાન સુદૃઢ રીતે ચાલી રહયું છે. આ અભિયાનમાં વલસાડ તાલુકામાં રસીકરણ માટે પાત્રતા ધરાવતાં વ્‍યક્‍તિોનો ખુબજ સારો પ્રતિસાદ જોવા મળી રહયો છે, અને ખાસ કરીને યુવાવર્ગ ખુબજ ઉત્‍સાહભેર ભાગ લઇ રહયા છે. હાલ વલસાડ જિલ્લાના 48 ગામોમાં 100 ટકા રસીકરણ કામગીરી પુર્ણ કરવામાં આવી છે, જેમાં વલસાડ તાલુકાનાં 27 ગામોનો સમાવેશ થાય છે.

તાલુકા હેલ્‍થ ઓફિસર ડૉ. કમલ ચૌધરીની આગેવાની હેઠળ વલસાડ તાલુકામાં ગામોનાં સરપંચ, આગેવાનો, સમાજના અગ્રણીઓ, વેપારીઓ સાથે સતત સંપર્કમાં રહી સૌનો સાથ-સહકાર અને સહયોગ મેળવી આ સિધ્‍ધી મેળવવામાં સફળ રહ્યા છે.

મેડિકલ ઓફિસર સાથે સતત સંકલન રાખી પાત્રતા ધરાવતા વ્‍યક્‍તિઓનાં સમયને અનુરૂપ રસી મળી રહે તેવા ઉદ્દેશથી તાલુકામાં રાત્રિ સેશનોનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. આગામી દિવસોમાં કોવિડ-19 રસીકરણ માટે પાત્રતા ધરાવતા વધુમાં વધુ નાગરિકોને રસીકરણનો લાભ આપી કોરોના વાઇરસનાં સંકમણથી બચાવવા માટેનાં તમામ પ્રયત્‍નો હાથ ધરવામાં આવશે. બંને PHC કેન્દ્રના સ્ટાફ કંપનીમાં નોકરીએ જતા લાભાર્થીઓને રસીકરણ કરવા નાઈટ રસીકરણ જુમ્બેશનો મહત્વ પૂર્ણ યોગદાન રહ્યું છે.

PHCના સ્ટાફ લોકોને ઘરેઘરે જઈને રસીકરણ અંગે જાગૃતિ અપવાની મહત્વ પૂર્ણ કામગીરી પણ સંપન્ન કરી હતી. કોવિડ -19 ૨સીકરણનો લાભ લીધા બાદ પણ સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.અનિલ પટેલ દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...