ઓનલાઈન ફ્રોડ:વાપીના બિલ્ડર સાથે 94.20 લાખની છેતરપિંડી, ખાનગી કંપનીની ગેસ એજન્સી લેવા ઓનલાઇન ફ્રોડ વેબસાઈડનો ભોગ બન્યો

વલસાડ3 મહિનો પહેલા

વલસાડ જિલ્લાના વાપીમાં રહેતા એક બિલ્ડરે નવો ધંધો શરૂ કરવા ગેસ કંપનીની વેબસાઈડ ઉપર સર્ચ કર્યું હતું. જે વેબસાઈડ ધારકે બિલ્ડરની તમામ વિગતો મેળવી ગેસ કંપનીની ડીલર શિપ મેળવવા જરૂરી ફોમ સહિતની વિગતો ઈમેલ વડે મોકલાવવા જણાવ્યું હતું. જે બાદ ફ્રી પ્રોસેસ અને અન્ય પ્રોસેસના નામે વાપીના બિલ્ડરને ઇમેલના માધ્યમથી રૂપિયાની માંગણી કરતા હતા. જેથી બિલ્ડરે અલગ અલગ ખાતામાં ઓનલાઇન રૂપિયા 94.20 લાખ ટ્રાન્સફેર કર્યા હતા. ત્યારબાદ ઓરીજનલ વેબસાઈડ ઉપર જઈ ચેક કરતા તેમના નામથી કોઈપણ પ્રોસેસ થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી છેંતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા બિલ્ડરે તાત્કાલિક સાઇબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સાઇબર ક્રાઇમની ટીમે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.

< બિલ્ડરને વિશ્વાસમાં લઈ ફી ના નામે રૂપિયા પડાવી લીધા
વાપી ખાતે રહેતા જાણીતા બિલ્ડરે અન્ય વ્યવસાય શરૂ કરવા ઓનલાઇન ગેસ કંપની સાઈડ ઉપર જઈને સર્ચ કરતા તે કંપનીની વાપી અને વલસાડ જિલ્લામાં ડીલર શિપ આપવાની બાકી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બિલ્ડરે ગેસ કંપનીની એજન્સી માટે ફોમ ભર્યું હતું. બિલ્ડરે ઈમેલ આઇડી સહિતની જાણકારીઓ મોકલાવી હતી. વેબસાઈડ યુઝરે ઈમેલ વડે બિલ્ડરને જાણીતી કંપનીની વાપીમાં ગેસ ડીલર શિપ માટેનું ફોમ મોકલાવ્યું હતું. જેથી બિલ્ડરને વધુ વિશ્વાસ આવ્યો હતો. ઓનલાઇન ફોમ ફી અને અલગ અલગ 13 જેટલી પ્રોસેસ ફિઓ ભરી હતી. જે બાદ બિલ્ડર વિદેશ કામ અર્થે ગયા હતા. ત્યાંથી પરત આવ્યાં બાદ ગેસ કંપનીમાં સર્ચ કરતા બિલ્ડર ફેક વેબસાઈડનો શિકાર બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સાઇબર ક્રાઈમ પોલીસ મથક વલસાડનો સંપર્ક કરીને વિગત જણાવી હતી. સાઇબર ક્રાઈમ પોલીસે ફેક વેબસાઈડનો શિકાર બનનાર બિલ્ડરની 94.20 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સાઇબર ક્રાઈમ પોલીસની ટીમે અલગ અલગ વિસ્તરોમાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...