એજ્યુકેશન:વલસાડ જિલ્લાની 237 શાળામાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 922 વિદ્યાર્થીઓને પ્રવશે અપાશે

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 237 શાળાઓમાં અત્યાર સુધીમાં 794 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

વલસાડ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધો.1માં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 922 વિદ્યાર્થીઓની મંજૂરી મળી છે. 18 સપ્ટેમ્બર સુધીમાં તમામ વિદ્યાર્થીઓએ પસંદગીની શાળાઓમાં પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 794 વિદ્યાર્થીઓ જિલ્લાની અલગ અલગ શાળાઓમાં પ્રવેશ મેળવી ચુક્યા છે. 128 વિદ્યાર્થીઓના શાળાઓમાં પ્રવેશ મેળવવા ડોક્યુમેન્ટ જમા કરાવવા જરૂરી છે.

વલસાડ જિલ્લાની 236 જેટલી ખાનગી શાળાઓમાં RTE હેઠળ વિનામૂલ્યે શિક્ષણ આપવાની ગુજરાત સરકારે યોજના બહાર પાડી છે. જેમાં ચાલુ વર્ષે વલસાડ જિલ્લાની 237 ખાનગી શાળાઓમાં ધો.1 માં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડમાં 922 વિદ્યાર્થીઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં વાલીઓના ઘરથી નજીકની શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લાની ખાનગી શાળાઓમાં ધો.1થી 8 સુધી અભ્યાસ કરવા વિદ્યાર્થીઓની ફી સરકાર દ્વારા આપવામાં આવશે. ચાલુ વર્ષે વલસાડ જિલ્લાની 237 શાળાઓમાં ધો.1માં પ્રવશે માટે પ્રથમ લિસ્ટમાં 922 જેટલા વિદ્યાર્થીઓની યાદી જાહેર કરવામાં આવી હતી. જે પૈકી 794 વિદ્યાર્થોઓએ શાળામાં પ્રવેશ મેળવી ચુક્યા છે. 128 વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવવાનો આજે છેલ્લો દિવસ છે. વાલીઓએ ઓનલાઇન પ્રવેશ મેળવવા અપલોડ કરેલા તમામ ડોક્યુમેન્ટ શાળાઓમાં બતાવી તેની પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...