તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમણ કાબૂમાં:જિલ્લામાં 9 પોઝિટિવ દર્દી નોંધાયા, કોઇ મોત નહિ, 27 સાજા

વલસાડ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વલસાડ તાલુકામાં 5,પારડી 1 અને વાપીમાં 3 દર્દી સંક્રમિત

વલસાડ જિલ્લામાં સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે.બુધવારે પણ જિલ્લામાં માત્ર 9 કેસ નોંધાયા હતા.જ્યારે કોઇ પણ મોત ન થતાં લોકોમાં રાહતની લાગણી અનુભવાઇ હતી.આ સાથે 27 દર્દી કોરોનાને માત આપી સાજા થઇ ગયા હતા.

જિલ્લામાં નોંધાયેલા કોરોના પોઝિટિવના 9 કેસમાંથી સૌથી વધુ 5 કેસ વલસાડ તાલુકામાં નોંધાયા હતા.જ્યારે પારડી તાલુકામાં માત્ર 1 અને વાપી તાલુકામાં 3 દર્દી પોઝિટિવ આવ્યા હતા.જેને લઇ સંક્રમણ સતત ઓછું થવાની દિશામાં વધી રહ્યું છે.જો કે જિલ્લામાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું ન હતું.આ સાથે 27 દર્દી સારવાર દરમિયાન કોરોનાને માત આપી સાજા થઇ જતાં પરિવારજનો સાથે ઘરે પહોંચ્યા હતા.બુધવારે 9 કેસમાં 4 પુરૂષ અને 5 મહિલા દર્દી પોઝિટિવ નિકળ્યા હતા.કોરોનાના કેસો ઓછાં થઇ જતાં રાબેતા મુજબ જનજીવન આગળ ધપી રહ્યું છે.

તેની સાથો સાથ નાગરિકોએ કોવિડ-19ના નિયમો મુજબ બહાર નિકળતી વેળા સતત માસ્ક,સોશ્યિલ ડિસ્ટેન્સિંગ અને સેનેટરાઇઝિંગનું સખતાઇથી પાલન કરવું પડશે.જિલ્લા વહીવટી તંત્ર,જિ.આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા કોવિડ માર્ગદર્શિકાના અમલ સામે કડક નજર રાખ‌વામાં આવી રહી છે.જૂન માસમાં સમગ્ર જિલ્લામાં કોરોનાના દર્દીમાં મોટો ઘટાડો જોવા મળતા આરોગ્ય વિભાગને રાહત મળી છે. જોકે, હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની રસી પ્રત્યે લોકો ઉદાસીન દેખાય છે.

ઉમરગામ, ધરમપુર અને કપરાડામાં એક પણ કેસ નહિ
જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા ધરમપુર,કપરાડા અને ઉમરગામ તાલુકામાં બુધવારે કોરોના પોઝિટિવનો એક પણ કેસ જોવા મળ્યો ન હતો.જેને લઇ આ તાલુકાના લોકોમાં પણ રાહતની અનુભૂતિ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...