તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વલસાડના કૈલાસ રોડ પર ફ્લેટમાં જુગાર રમી રહેલા 9 શખ્સો 92 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 બિલ્ડર સહિત 9 જુગારીઓ ઝડપાયા

વલસાડ સીટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે કૈલાશ રોડ ઉપર આવેલ એક ફ્લેટમાં કેટલાક ઈસમો તીન પત્તિનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. સીટી પોલીસના જવાનોએ બાતમીના આધારે રેડ કરી 2 બિલ્ડર સહિત 9 ઇસમોને 91,900ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. સીટી પોલીસે 9 ઈસમોની મુદ્દામાલ સાથે ધરપકડ કરી સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ સીટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે કૈલાશ રોડ ઉપર આવેલ નિર્મલ નગરમાં આવેલા ફ્લેટ નં. 305માં કેટલાક ઈસમો તીન પત્તિનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે સીટી પોલીસની ટીમે તાત્કાલિક બાતમી વાળા ફ્લેટ ઉપર રેડ કરતા 9 જેટલા ઇસમોને રોકડા રૂ.48,400 અને મોબાઈલ મળી કુલ 91,900ના મુદ્દામાલ સાથે 2 બિલ્ડર સહિત 9 જેટલા જુગારીઓની અટકાયત કરવામાં આવી છે. વલસાડ સીટી પોલીસની ટીમે તમામ ધરપકડ કરી સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓ

પરેશ રાયચંદ્ર હરિયા

હરેશ સંજયભાઈ કલસરિયા

દાનુભાઈ લગરાભાઈ આહીર

રાજુભાઇ ખીમભાઈ કલસરિયા

કરસનભાઈ સકરૂભાઈ આહીર

રાજેન્દ્ર ઠાકુરભાઈ આહીર

બીપીન ભુપતભાઈ જાની

પરેશ છગનભાઇ નકુમ

વ્યોગેશ ઠાકુરભાઈ આહીર

અન્ય સમાચારો પણ છે...