તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:વાપીના ઈમરાનનગરમાં આવેલી ચાલીમાં જુગાર રમી રહેલા 9 શખ્સો ઝડપાયા, એક વોન્ટેડ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ 70 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે વાપીના ઇમરાન નગર ખાતે આવેલી શાહનાઝબેનની ચાલીમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે રેડ કરતા 9 ઇસમોને ઝડપી પાડયા હતા. તેઓ પાસેથી રોકડા રૂ. 10,080 અને 5 મોબાઈલ તેમજ 2 બાઈક મળી કુલ 70,080નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વલસાડ LCBની ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન LCBની ટીમને મળેલી બાતમીના આધારે વાપી ઇમરાન નગર ખાતે આવેલી AK બેકરીની પાછળ આવેલી શાહનાઝબેનની ચાલીમાં રૂમ ન.3 માં કેટલાક જુગરિયાઓ જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે LCBની ટીમે રેડ કરી હતી. જેમાં 9 ઇસમોને જુગાર રમતા ઝડપી પાડયા હતા.

પોલીસે જુગારમાં દાવ ઉપર લાગેલા 4,500 અને આરોપીઓને અંગઝડતી દરમિયાન મળેલા રોકડા રૂપિયા 5,580, 2 બાઈક મળી કુલ 70,080નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જુગાર રમાડનાર એક ઇસમને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા તમામ આરોપીઓ જુગાર રમવાના આદિ બની ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...