કોરોનાનો કહેર:જિલ્લામાં 9 બાળકો, 17 યુવા કોરોનાની ઝપેટમાં

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ 140 પોઝિટિવ
  • જાન્યુ.ના 9 દિ’માં જ 698 કેસ નોંધાયા, એક્ટિવ 704
  • ધરમપુર​​​​​​​ કાંગવીના 25 વર્ષીય ડોકટર પોઝિટિવ

વલસાડ જિલ્લામાં જાન્યુઆરીથી કોરોનાના કેસોમાં કુદકેને ભૂસકે વધારો નોંધાઇ રહ્યો છે.જો કે હોસ્પિટલોમાં 5 ટકા દર્દી જ સારવાર માટે દાખલ થઇ રહ્યા છે જ્યારે બાકીના મોટાભાગના દર્દીઓ હોમકોરન્ટાઇનમાં જ કોવિડ-19ની ગાઇડલાઇન અનુસાર રાખવામાં આવ્યા છે.રવિવારે વધુ 140 દર્દી કોરોના ટેસ્ટમાં પોઝિટિવ નિકળ્યા હતા.જેમાં 9 બાળક અને 17 યુવા કોરોનાની ઝપેટમાં ચઢી ગયા હતા.જો કે કોઇ મૃત્યુનો બનાવ સામે આવ્યો ન હોવાથી થોડી રાહત અનુભવાઇ રહી છે.જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 744 પર પહોંચી ગઇ છે.

ડિસેમ્બર 2021ના અંતિમ સપ્તાહથી ધીમી ગતિએ આગળ ધપી રહેલા કોરોનાએ નવા વર્ષ 2022ના પ્રથમ માસ જાન્યુઆરીના પ્રથમ દિવસે 4 19 કેસ સાથે ફુંફાડો મારતાં અનહોનીના એંધાણની પ્રતિતી થઇ હતી અને ત્યારથી જ સતત કોરોના સંક્રમણના કેસો પ્રતિદિન 100ની સરેરાશથી વધતા રહ્યા છે.જાન્યુઆરીના પ્રથમ 9 દિવસમાં જ 698 કેસ નોંધાઇ જતાં બીજી લહેર કરતાં ત્રીજી લહેરમાં વધુ માત્રામાં કેસો સામે આવી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાયું છે.

જો કે બીજી લહેરમાં જે ઘાતકતા સામે આવી હતી તેવી સ્થિતિ જોવા મળી નથી તેની હાલે તો રાહત છે.બીજી તરફ રવિવારે જિલ્લામાં વધુ 140 કેસ કોરોના પોઝિટિવ આવ્યા હતા.જેમાં સંક્રમિત થયેલા 25 ટકા દર્દીએ ડબલ ડોઝ અને 65 ટકા સિંગલ ડોઝ તથા 10 ટકા ડોઝ વિનાના જોવા મળ્યા હોવાનું આરોગ્ય સૂત્રોના અંદાજા મુજબ જાણવા મળ્યું છે.

સંક્રમિતોમાં 25 ટકા ડબલ ડોઝ, 65 ટકા સિંગલ- 10 ટકા વેક્સિન વિનાના
આરોગ્ય સૂત્રો દ્વારા મળ્યા મુજબ હાલમાં જે કેસ નોંધાઇ રહ્યા છે તેમાં 70 થી 75 ટકા વેક્સિનેટેડ કેસ આવી રહ્યા છે.જેમાં 2 ટકા અગાઉ સંક્રમિત થયા હતા તે પણ ફરી સંક્રમિત થયા છે. નવા કેસોમાં 25 ટકા ડબલ ડોઝ પૂર્ણ કરેલા અને 65 ટકા સિંગલ ડોઝવાળા તથા 10 ટકાની અંદર વેક્સિન વિનાના હોવાનું જાણવા મળ્યું છે.

સંક્રમિતોમાં મોટાભાગે 80 % હોમ ક્વોરન્ટાઇન
હાલમાં કોરોનાની અગાઉની ઘાતકતા અને ગંભીર દર્દી જોવા મળ્યા નથી.રેપિડ એન્ટીજન, આરટીપીસીઆર ટેસ્ટમાં નવા કેસોમાં પોઝિટિવ થતાં 80 ટકા સંક્રમિત હોમ કોરોન્ટાઇન થઇ રહ્યા છે. જ્યારે લગભગ 20 ટકા હોસ્પિટલમાં સારવાર લેવાનું મુનાસિબ સમજી રહ્યા છે.સિવિલમાં 4 દર્દી સારવાર લીધી છે.એક્ટિવ કેસના 5 ટકા દર્દી જ હોસ્પિટલમાં જાય છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...