તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • 9 Bodies Were Taken From Valsad Kovid Hospital For Funeral This Morning, Not A Single Death In Valsad In The Government Press Note In The Evening!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાથી કેટલા મોત?:વલસાડ કોવિડ હોસ્પિટલમાંથી આજે સવારે 9 મૃતદેહ અંતિમવિધિ માટે લઈ જવાયા, સાંજે સરકારી પ્રેસનોટમાં વલસાડમાં એક પણ મોત નહીં!

વલસાડ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શું વલસાડમાં કોરોનાથી મોતના આંકડા છુપાવવામા આવી રહ્યા છે?

ગુજરાતમાં કોરોનાના કેસના હાલ રોજ નવા રેકોર્ડ નોંધાઈ રહ્યા છે. સ્વભાવિક છે કે કેસની સાથે કોવિડ પેશન્ટના મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે. ત્યારે આજે દિવ્યભાસ્કરની ટીમે વલસાડ સિવિલ હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા.

6 એપ્રિલને મંગળવારે સવારે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી 9 દર્દીઓના મૃતદેહને કોવિડ ગાઈડલાઈન્સ મુજબ અંતિમ સંસ્કાર કરવા માટે લઈ જવામા આવ્ય હતા. જો કે, સાંજે જ્યારે વલસાડ જિલ્લા પ્રશાસન તરફથી કેસ અને મોતના આંકડા જાહેર કરવામા આવ્યા તો જિલ્લામાં એકપણ મોત દર્શાવાયું નહોતું.

જિલ્લામાં એક તરફ કોવિડની સારવાર દરમિયાન લોકોના મોત થઈ રહ્યા છે તો બીજી તરફ સરકાર તરફથી જાહેર કરવામા આવતી અખબારયાદીમાં કંઈક અલગ જ આંકડાઓ જાહેર થાય છે. જેના કારણે જિલ્લાના લોકો પણ ક્યાંકને ક્યાંક નિષ્ફિકર બની ફરી રહ્યા છે.

વલસાડ સિવિલ હોસ્પિટલમાં આજે કરાયેલા રિયાલિટી ચેક બાદ જિલ્લાના ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી ડૉ. મનોજ પટેલને મોતના આંકડા અંગે પૂછવામા આવ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારીએ આજે જિલ્લામાં કોરોનાના કારણે એકપણ મોત ના હોવાનો દાવો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો