ચોરીનો ભેદ ઉકેલાયો:વાપી GIDCમાં આવેલી ફાર્મા કંપનીમાંથી કેમિકલ પાવડરની ચોરી કરનારા 9 આરોપી ઝડપાયા, કુલ રૂ. 1.60 કરોડનો મુદ્દામાલ જપ્ત

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવ જેટલા આરોપીઓ 27.154 કિલો પાવડર અને રૂ. 26 લાખ સાથે ઝડપાયા
  • એલસીબીએ પાવડર અને રોકડા રૂપિયા 26.37 લાખ, એક મોપેડ અને 2 કાર ઝડપી પાડી

વલસાડ જિલ્લાની વાપી જીઆઇડીસી ખાતે આવેલી એક ફાર્મા કંપનીમાં કેમિકલ સ્ટોરના લોકની અદલાબદલી કરી કંપનીમાંથી 56.894 કિલો પાલાડીયમ કેટાલીસ્ટ કેમિકલ પાવડરની ચોરી થઇ હતી. જે અંગેની જાણ કંપની સંચાલકને થતા તેણે આ ઘટના અંગે વાપી GIDC પોલીસ મથકે રૂ. 1.60 કરોડના કેમિકલ પાવડરની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે વલસાડ LCBની ટીમે ગણતરીના કલાકોમાં 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

9 આરોપીઓ પાસેથી 27.154 કિલો ચોરાયેલો કેમિકલ પાવડર અને 26 લાખ રૂપિયા રોકડા તેમજ વેચેલો પાવડર કબજે કરવામાં આવ્યો હતો. વલસાડ પોલીસે ચોરી થયેલો 56.894 કિલો ગ્રામનો જથ્થો અને આરોપીઓ પાસેથી ઝડપાયેલા 26 લાખ રૂપિયા કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે

વલસાડ જિલ્લાના વાપી GIDCના J ટાઈપ રોડ ઉપર આવેલી રિક્ટર થેમીસ મેડીકેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા રાજ લખાનલાલ, પ્રમોદ ભરતસિંહ અને નરેન્દ્ર સિંહે કેમિકલ સ્ટોર રૂમનું લોક અદલ બદલ કર્યુ હતું. તેમજ અન્ય સાગરીતો સાથે મળી 56.894 કિલો કેમિકલ પાઉડરનો જથ્થો ચોરી કરી આરોપીઓ ભાગી ગયા હતા. જેની જાણ કંપનીના સંચાલકને થતા કંપની સંચાલકે વાપી GIDC ખાતે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે વલસાડ LCBની ટીમે વાપી GIDC વિસ્તારમાં j ટાઈપ રોડ ઉપર આવેલી રિક્ટર થેમીસ મેડિકલ ફાર્મા કંપનીમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

જેમાં CCTV ફૂટેજ અને ઝીણવટભરી રીતે ચકાસણી કરતાં કંપનીમાં કામ કરતા ત્રણ ઈસમોએ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. LCBની ટીમને મળેલી બાતમીના આધારે કેમિકલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ દમણગંગા નદીના બ્રિજ પાસે સર્વિસ રોડ ઉપર હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ LCBની ટીમે તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ ચેક કરતાં 9 જેટલા આરોપીઓને કેમિકલ ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા હતા. તેઓ મહેસાણાની ફાર્મા કંપનીમાં કેમિકલ વેચવાના હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ પોલીસે કેમિકલના દલાલ સહિત 9 ઇસમોને ટીમે 27 કિલો પાલાડીયમ કેટાલીસ્ટ પાવડર અને રોકડા રૂપિયા 26.37 લાખ, એક મોપેડ અને 2 કાર ઝડપી પાડી હતી.

ઝડપાયેલા આરોપી

1. પ્રમોદ ભરાતસિંગ રાજપૂત

2. રાજકુમાર લખનલાલ

3. રાજકુમાર પીટળદીન માલી, રાજપીપળા

4. રાહુલ ઉર્ફે બીલ્લા રામેશ્વરસિંગ રાજપૂત, અંકલેશ્વર

5. શિવમ વિનોદ પાંડે, અંકલેશ્વર, નામક ફેક્ટરી બાજુમાં

6. રાજન ટુનું વર્મા, અંકલેશ્વર

7. જીતેન્દ્ર ઉર્ફે જીતુ બળદેવભાઈ પટેલ, અંકલેશ્વર

8. વિરલ ભરતભાઇ પટેલ, ગાંધીનગર, કેમિકલ ખરીદનાર

9. તૃષાર અમરતભાઈ પટેલ, વિજાપુર

અન્ય સમાચારો પણ છે...