રાહત / વલસાડ ડિવિઝનના 8.43 લાખ ગ્રાહકોને 100 યુનિટનો લાભ નવા બિલમાં મળશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • 200 યુનિટ માસિક વપરાશ કરતા વીજ ગ્રાહકોને 100 યુનિટ રાહતના લાભ સાથે વીજ બિલ અપાશે

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

વલસાડ. લોકડાઉનના 70 દિવસ દરમિયાન ઘરેલુ વીજ વપરાશ કરતા વીજ ગ્રાહકોને 70 દિવસના વીજ વપરાશના સરેરાશ ગણીને માસિક 200 યુનિટ વપરાશ કર્યો હશે તેવા વીજ ગ્રાહકોને એક બિલમાં 100 યુનિટની રાહત આપવાનું રાજ્ય સરકારે આત્મનિર્ભર પેકેજ અંતરગત જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ 26 જૂનના રોજ વલસાડ ડિવિઝન કચેરીને પરિપત્ર મળ્યો હતો. વીજ કંપની દ્વારા નવા બિલમાં રાહત આપવામાં આવશે.

માસિક 200 યુનિટ કરતા વધારે વીજ વપરાશ કર્યો હશે તેવા ગ્રાહકોને કોઈ લાભ મળશે નહિ
લોકડાઉન દરમિયાન વેપાર ઉદ્યોગો બંધ રહ્યા હતા. રાજ્યના અર્થતંત્રને પુનઃ વેગવંતુ કરવા માટે રાજ્ય સરકારે ગુજરાત આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી હતી. વલસાડ ડિવિઝન વીજ કંપનીમાં વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના કુલ 8.43 લાખથી વધુ ઘરેલુ વીજ વપરાશ કરતા ગ્રાહકો છે. લોકડાઉન દરમિયાનના 70 દિવસોમાં વીજ વપરાશના શરેરાશ વપરાશમાં માસિક 200 યુનિટ કે તેના કરતા ઓછા વીજ યુનિટનો વપરાશ કર્યો હશે તેવા વીજ ગ્રાહકોને બિલમાં 100 યુનિટ અને ફિક્સ ચાર્જમાં એક બિલમાં રાહત આપવામાં આવશે. લોકડાઉન દરમિયાન માસિક 200 યુનિટ કરતા વધારે વીજ વપરાશ કર્યો હશે તેવા ગ્રાહકોને કોઈ લાભ મળશે નહિ.

નવા બિલ બનાવવાની કામગીરી ગુરૂવારથી હાથ ધરાશે
જે વીજ ગ્રાહકોને લોકડાઉનના શરેરાશ માસિક 100 યુનિટ કરતા ઓછા યુનિટ વીજ વપરાશ કર્યો હશે તેવા ગ્રાહકોને જેતે યુનિટ અને ફિક્સ ચાર્જ માફ કરી આપવામાં આવશે. શુક્રવારે વલસાડ ડિવિઝન વીજ કંપનીની કચેરીએ પરિપત્ર આવ્યો હતો. પરિપત્રમાં જણાવ્યા મુજબ આગામી નવા બિલમાં રાહતના લાભાર્થીઓને 100 યુનિટ રાહતની રકમ બાદ કરી આપવામાં આવશે. હાલ 8.43 લાખ વીજ ગ્રાહકોના ડેટા અપડેટ કરવામાં અવોઇ રહ્યા છે. સિસ્ટમ અપડેટ થયા બાદ નવા બિલ બનાવવાની કામગીરી ગુરૂવારથી હાથ ધરાશે.

વીજ બિલમાં કઈ રીતે લાભ મળશે
લોકડાઉનના 70 દિવસ દરમિયાન ઘરેલુ વીજ વપરાશ કરતા ગ્રાહકોને વીજ વપરાશ ગણીને માસિક 200 યુનિટ કે તેથી ઓછા વીજ યુનિટ વપરાશ કરેલા વીજ ગ્રાહકોને 100 યુનિટ તથા ફિક્સ ચાર્જમાં એક બિલમાં રાહત નવા બિલમાં મળશે

પરિપત્રને આધારે નવા બિલમાં લાભ મળશે
 વીજ ગ્રાહકોના ડેટા ગણતરી કરાઇ રહી છે. નવા બિલમાં આત્માનિર્ભર પેકેજના લાભાર્થીઓને બિલમાં 100 યુનિટનો ચાર્જ અને એક માસનો ફિક્સ ચાર્જની માફી અપાશે. તે વીજ ગ્રાહકોને નવા બિલમાં જોવા મળશે. હાલ સિસ્ટમ અપડેટ થઇ રહ્યું છે. તેમાં લાભાર્થીઓનો લાભ બાદ કરીને બિલ બનાવવામાં આવશે. > ડીજી ભૈયા, ચીફ એજયુકેટીવ ઓફિસર, વલસાડ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી