ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 12 સાયન્સની પરિણામ બાદ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે શનિવારે સવારે 8 વાગે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લાનું 83.50% પરિણામ જાહેર થયું હતું.
બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થતાં જ સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઈન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવામાં આવી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું. કેટલીક સ્કૂલોમાં સર્વર પ્રોબ્લેમના કારણે વેબસાઈટ ખુલતી નહોતી.
વલસાડ જિલ્લામાં 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ જાહેર થતાં જિલ્લાના 7357 વિદ્યાર્થીઓ પૈકી 7 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 203 વિદ્યાર્થીઓએ A2, 868 વિદ્યાર્થીઓએ B1 અને 1787 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. 2045 વિદ્યાર્થીઓએ C1 અને 1152 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 80 વિદ્યાર્થીઓએ D ગ્રેડ અને 1 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો છે.
કપરાડા એકલવ્ય શાળાની વિદ્યાર્થિની પ્રથમ અને વલસાડની વિદ્યાર્થિની બીજા ક્રમે આવી
કપરાડા તાલુકાના 2 વિદ્યાર્થી એ-1 ગ્રેડમાં સફળ થયા છે.જેમાં કપરાડાની એકલવ્ય શાળાની વિદ્યાર્થિની પ્રથમ ક્રમે રહી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે વલસાડની જમનાબાઇ શાળાની વિદ્યાર્થિની પૂર્વી અરવિંદભાઇ ટંડેલે 700 ગુણમાંથી 652 ગુણ પ્રાપ્ત કરી 93.14 ટકા માર્કસ મેળવી એ-1 ગ્રેડ મેળવી જિલ્લામાં બીજો ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.
પૂર્વી ટંડેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે
શાળામાં ઓફલાઇન શિક્ષણથી ફાયદો થયો છે.શાળાના અભ્યાસ બાદ ઘરે પણ 5 કલાકનું વાંચન રિવિઝન જરૂરી છે.ટયુશન પણ રાખ્યું હતું,પરંતું પોતાની મહેનત વધુ જરૂરી છે.માતાપિતા અને જમનાબાઇ શાળાના મારા શિક્ષકોનું માર્ગદર્શન ખુબ ફળદાયી રહ્યું છે.હવે કોમર્શિયલ સ્ટ્રીમમાં ચાર્ટર્ડ એકાઉ્ન્ટન્ટ બનવાનુ લક્ષ્ય છે.તેની તૈયારી શરૂ કરી છે.આ વર્ષે ટેક્સબુકમાંથી જ પ્રશ્નો પૂછાયા હતા,જે માટે શિક્ષકોના ગાઇડન્સ અને સ્કુલ ઉપરાંત ઘરે મહેનત ડે ટુ ડે કરતાં સફળતા મળી છે.
વલસાડની શાળાના પરિણામ
જિલ્લામાં કેન્દ્રવાર ટકાવારી
ગ્રામ્ય વિસ્તારના કેન્દ્રો
:ધરમપુર 90.43 ટકા,અટાર 88.39 ટકા,ઉંટડી 91.30 ટકા,ફણસવાડા 94.29 ટકા,સરીગામ 78.03 ટકા ,નારગોલ 75.40 ટકા,રોણવેલ 83.67 ટકા ,નાનાપોંઢા 89.80 ટકા,કરવડ 79.62 ટકા,કપરાડા 90.15 ટકા
શહેરી વિસ્તારના કેન્દ્રો
વલસાડ કેન્દ્ર 78.60 ટકા,વાપી 83.35 ટકા,પારડી 78.39 ટકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.