તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:વલસાડ પોસ્ટ વિભાગના 800 કર્મી રસીકરણથી વંચિત

વલસાડ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 8 કર્મીના કોરોનાથી મોત છતાં રસી નહી

જિલ્લાની વલસાડ હેડ પોસ્ટ કચેરી સહિત વિભાગના કુલ 800 જેટલા કર્મચારીઓએ કોરોના કાળમાં પેન્શનરોને ઘર બેઠા પેન્શન પહોંચાડી કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરી છતાં રસીકરણ ન કરાતા રોષ ફેલાયો છે.અત્યાર સુધી કોરોનાથી 8 કર્મીના મોત થવા છતા અને ઉચ્ચ સ્તરે રજૂઆતો છતાં રસીકરણ ન કરવા મુદ્દે આરોગ્ય તંત્રને જવાબદાર ગણાવ્યું છે.વલસાડ પોસ્ટ વિભાગના કર્મચારીઓને રસીકરણથી બાકાત રાખવા મુદ્દે કર્મીઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું કે,હેડ પોસ્ટ વિભાગના 8 કર્મીઓ સંક્રમિત થતા મોતને ભેટ્યા હતા.

તંત્રની ઉદાસીનતાના કારણે રસીકરણ કરવા માટે રજૂઆતો છતાં પોસ્ટ વિભાગના કર્મચારીઓની કોઇ સાંભળતું ન હોવાની હૈયાવરાળ ઠાલવી છે.5 એપ્રિલે પોસ્ટ વિભાગના કર્મચારીઓને રસીકરણ કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી.તેમ છતાં આરોગ્ય વિભાગ અ્ને વહીવટી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ ન હોવાની રાવ કરાઇ રહી છે.ગુજરાત પોસ્ટ કર્મચારી મંડળના ઉપપ્રમુખે પોસ્ટ વિભાગના સંક્રમિત 8 કર્મીના મૃત્યુ અને 30 કર્મી હજી સારવાર હેઠળ છે તેમાંથી કોઇનું ન કરે નારાયણ અનિચ્છનીય બાબત બનશે તો તંત્ર સામે ફરિયાદ નોંધાવવાની ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો