હાલત કફોડી:જિલ્લામાં બેંકોની હડતાળથી 2 દિ’માં 800 કરોડનું ક્લિયરિંગ ઠપ થઈ ગયું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રિયકૃત બેંકોમાં કામ બંધ રહેતા હજારો ખાતેદારોની હાલત કફોડી

16 અ્ને 17 ડિસેમ્બરના બે દિવસ બેંકોના રાષ્ટ્રિય સંગઠન યુનાઇટેડ ફેડરેશન ઓફ બેંક યુનિયનને આ સૂચિત બિલ સામે દેશભરમાં બે દિવસીય હડતાળનું એલાન કરતાં વલસાડ જિલ્લાની 300થી વધુ શાખાઓના 2 હજારથી વધુ કર્મચારીઓ અધિકારીઓ હડતાળે ઉતરી ગયા હતા. છેલ્લા બે દિવસની આ હડતાળમાં જિલ્લામાં 800 કરોડથી વધુનું ક્લિયરિંગ ખોરવાતાં લોકોના આર્થિક વ્યવહારો પર બ્રેક લાગી ગઇ હતી.વેપારીઓ,ઉદ્યોગકારો,ટ્રાન્સપોર્ટેશન સહિતના એકમોના આર્થિક વ્યવહારોને ગંભીર અસર પહોંચી છે.

શુક્રવારે હડતાળના બીજા દિવસે વલસાડમાં ઓલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી સલીમ શેખ અને ઓલ ઇન્ડિયા બેંક એમ્પલોઇઝ એસો.ના સેક્રટરી ધર્મેશ દેસાઇની આગેવાની હેઠળ જિલ્લાની 245 શાખાના અઢી હજારથી વધુ કર્મચારીઓ, અધિકારીઓએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રાષ્ટ્રિયકૃત બેંકોનું ખાનગીકરણ ન કરવા માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...