કૌભાંડ:હથિયારનું ડુપ્લીકેટ લાયસન્સ મેળવી ગાર્ડ તરીકે નોકરી કરતા 8 શખ્સો હથિયારો અને કારતૂસ સાથે ઝડપાયા

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હથિયારનું ડુપ્લીકેટ લાયસન્સ અને હથિયાર મેળવી ઊંચા પગાર ઉપર સિક્યુરિટી એજન્સીમાં નોકરી મેળવતા હોય છે

વલસાડ SOGની ટીમને મળેલી બાતમીના આધારે વાપીના કોપરલી ખાતે આવેલા સિક્યુરિટી ગાર્ડનું હથિયારનું લાયસન્સ ચેક કરતા ડુપ્લીકેટ હોવાનું જણાય આવતા ઝીણવટ ભરી રીતે ચકાસણી કરતા 8 ઈસમો પાસે ડુપ્લિકેટ લાયસન્સ હોવાનું જાણવા મળ્યું હતું. અન્ય એજન્સીઓમાં ચેક કરતા દમણ અને સેલવાસમાં ડુપ્લીકેટ લાયસન્સ સાથે સિક્યુરિટી ગાર્ડમાં ફરજ બજાવતા 8 જેટલા ઇસમોને ઝડપી પાડયા હતા.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ અને સેલવાસ વિસ્તારમાં નાની મોટા બેંકોમાં કે જુદા જુદા જ્વેલર્સ શૉપ તથા સિક્યુરિટી એજન્સીઓ દ્વારા બેંકની કેશવાનમાં નાણાનું કલેકશન તથા નાણાં પહોંચાડવાની કામગીરી દરમિયાન ગનમેન સિક્યુરીટી ગાર્ડ તરીકે હથિયાર સાથે ગાર્ડ રાખવામાં આવે છે. આવા ફાયર આર્મ્સ સાથે ફરજ બજાવતી વ્યક્તિઓ તથા તેમના હથિયારનું લાયસન્સ ચેક કરી ગુનાહીત જણાઇ આવ્યે કાયદેસર કાર્યવાહી હાથ ઘરવા સૂચના મળી હતી.

વલસાડ SOGની ટીમને મળેલ બાતમી આધારે સિક્યુરિટી એજન્સીઓ તથા બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ગાર્ડને ચેક કરતા તેમની પાસેથી હથિયારનું લાયસન્સ ડુપ્લીકેટ હોવાનું જાણવા મળતી દમણની આગળ અલગ એજન્સીઓમાં કામ કરતા 8 જેટલા હથિયારના ડુપ્લીકેટ લાયસન્સ મેળવી સિક્યુરિટી નોકરી .કરતા 8 ઇસમોને વલસાડ SOGની ટીમે ઝડપી પાડયા હતા. આરોપીઓની બનાવટી હથિયાર લાયસન્સ તથા બનાવટી લાયસન્સ આધારે મેળવેલ ફાયર આર્મ્સ તથા જીવતા કારતુસ સાથે ધરપકડ કરેલ છે.

ઝડપાયેલા આરોપીઓ

(1) રજનેશકુમાર રામનરેશસિંહ યાદવ, ઉ.વ.34,(2) અજયકુમાર ફુલનસિંહ યાદવ, ઉ.વ.30 ધંધો ગનમેન સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી

(3) સર્વેશકુમાર બાબુરામ પાલ, ઉ.વ.૩૭

(4) અનીલકુમાર સમનરેશ શીંગ જાતે યાદવ, ઉં.વ.

(5) શિવકુમાર બદ્રીસીંહ જાતે સીંગ, ઉં.વ 43

(6) શિવકરણ દૈવનાથ પાલ, ઉ.વ. 45,

(7) રવિશંકર પ્રહલાદસિંહ પાલ, ઉ.વ. 43

(8) રામવિરસિંહ શોભારામ યાદવ, ઉ.વ.55

આરોપી 20 થી 25 હજારમાં બોગસ લાયસન્સ બનાવતો
આ કૌભાંડમાં પકડાયેલો આરોપી રજનેશ રૂ.20 હજારથી રૂ.25 હજારમાં પકડાયેલા આરોપીઓને ગન રાખવાના બનાવટી લાયસન્સ બનાવીને આપતો હતો.જેથી આરોપીઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે તેના આધારે સિક્યુરિટી એજન્સીઓમાં નોકરી કરવા લાગી ગયા હતા.બેંકો અને કંપનીઓમાં સિક્યુરિટી એજન્સીઓ મારફત ગાર્ડ રાખવામાં આવે છે.

આરોપી રજનેશ બીએસસી સ્નાતક,ટોલનાકે કામ કરતો
પકડાયેલા 8 પૈકીનો રજનેશ મુખ્યસૂત્રધાર માનવામાં આવી રહ્યો છે.જે બીએસસી સ્નાતકની પદવી ધરાવે છે.આ આરોપી આ વિસ્તારમાં 2011થી સ્થાયી થયેલો છે.જે અગાઉ વિ‌વિધ હાઇવે ટોલનાકામાં પણ કામ કરી ચૂક્યો હતો.

રવિશંકર યુપીથી વેપન આપતો
આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે, રજનેશકુમાર અને અજયકુમાર સાથે રવિશંકર નામનો આરોપીની સામેલગીરી સામે આવી હતી.જેમાં રવિશંકર ગેરકાયદે વેપન્સ પહોંચાડતો હતો અને તેના આધારે આ આરોપીઓને બોગસ લાયસન્સના આધારે ગેરકાયદે વેપન્સ મળતા હતા.

આ ગુનામાં યુપીના બે વોન્ટેડ
બનાવટી લાયસન્સના આધારે ગેરકાયદે હથિયારના 2 આરોપી વોન્ડેટ જાહેર કરાયા છે.જેમં સુરેશ યાદવ,રહે.ભગુવા,તા.બરથના,જી.ઓરૈયા,ઉત્તરપ્રદેશ અને શીવરામ યાદવ રહે.પહાડપુર,થાણા કિશની,જિલ્લો મેનપુરી,ઉત્તર પ્રદેશને પકડવા તપાસ હાથ ધરાઇ છે. વલસાડ એસઓજીએ ઝડપેલા આરોપીઓ પૈકી મુખ્યસૂત્રધાર રજનેશકુમાર 2007થી આ વિસ્તારમાં રહે છે.

જિલ્લા મેજિસ્ટ્રેટના રાઉન્ડ સીલ માર્યા છે
પકડાયેલા વેપન્સની જિલ્લા પોલીસ કે કલેકટર કચેરીમાં હથિયાર અને દારૂગોળા અંગે કોઇ નોંધણી કરાવાઇ નથી.આ ગંભીર બાબત છે.બેંકો અને કંપનીઓએ કેશવાનની નાણાંકીય બાબતોની ફરજો માટે રખાતા સિક્યુરિટી એજન્સીના ગાર્ડ બાબતે ખુબ ચોકસાઇ રાખવાની જરૂર છે.લાયસન્સની તપાસ કરતાં લાયસન્સ ઇસ્યુ કરનાર તરીકે ઉત્તરપ્રદેશના જિલ્લા મેજિસ્ટ્રેટ ફતેપુર અ્ને ઇટાવાહ જિલ્લા મેજિસ્ટ્રેટ તથા મેનપુરી જિલ્લા મેજિસ્ટ્રેટના રાઉન્ડ સીલ મારેલા છે અને રજનેશ પોતાના સ્વહસ્તાક્ષરમાં 6 લાયસન્સ બનાવેલા છે.> ડો.રાજદિપસિંહ ઝાલા,એસપી,વલસાડ

અન્ય સમાચારો પણ છે...