મેઘમહેર:દાનહમાં 8 ઇંચ, દમણમાં 2 ઇંચથી વધુ વરસાદ પડયો

સેલવાસ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મધુબન ડેમના 10 દરવાજા 4 મીટર ખોલવામા આવ્યા

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં છેલ્લા ચોવીસ કલાકમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા ડેમના 10 દરવાજા ચાર મીટર ખોલવામાં આવ્યા છે. જેને કારણે દમણગંગા નદી છલકાઈ હતી. અથાલ બ્રિજ પાસે પાણીનુ લેવલ ત્રીસ મીટરથી વધુ થતા રિવર ફ્રન્ટ પણ ડુબી ગયો હતો. સેલવાસ નરોલી રોડ એક તરફનો બ્રિજ વાહનની અવરજવર માટે બંધ કરવામા આવ્યો હતો. ગામડાઓમા પણ કેટલાક નીચાણવાળા પુલ પણ ડુબાણમા ગયા હતા.

દુધની,રુદાના, દપાડા અને સુરંગી ગામે રસ્તાઓ પર ઝાડો પડયા હતા જેને ખાનવેલ ફાયર વિભાગની ટીમે કટર વડે કાપી દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. સેલવાસમાં ચોવીસ કલાકમા 209 એમએમ આઠ ઇંચથી વધુ વરસાદ પડયો છે. સિઝનનો કુલ વરસાદ 1037.2 એમએમ 41.48 ઇંચ વરસાદ થયો છે. દમણ જિલ્લામાં 11 જુલાઈ સુધીમાં કુલ 1161.6 મીમી (એટલે કે 45.73 ઈંચ) વરસાદ નોંધાયો છે. જઆ સંચિત વરસાદ 2021માં આ જ તારીખે પડેલા વરસાદ કરતાં લગભગ 140 ગણો છે.

દમણમાં સોમવારે સવારે 8 કલાકે પુરા થતાં 24 કલાકમાં 57. 4 મિમી એટલે અંદાજે 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. મધુબન ડેમનું લેવલ 72.85 મીટર છે. ડેમમાં પાણીની આવક 1,61, 502 ક્યુસેક છે અને ડેમના 10 દરવાજા ચાર મીટર ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણીની જાવક 1,47, 422 ક્યુસેક છે. સેલવાસ નરોલી રોડ અથાલ બ્રિજ પાસે પાણીનું લેવલ 30.380 મીટર છે. ભારે વરસાદને કારણે અને દમણગંગા નદીમાં પાણીની આવક વધવાથી પ્રસાશન દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...