તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:અતુલ કંપની પરિસરમાંથી 8 AC યુનિટોની ચોરી થઇ

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અતુલ કંપનીની નવી બનતી ખુલ્લી ઓફિસના AC 8 યુનિટ તથા ACના બહારના 9 યુનિટ ચોરાયા હતા. જેની કુલ કિંમત રૂ.45 હજારનો મુદ્દામાલ ચોરાયો હતો. કંપનીના CCTV કેમેરા ચેક કરતા 6 જૂનની રાત્રીએ અજાણ્યા ચોર ઈસમો ચોરી ગયા હોવાની ફરિયાદ હતી. વલસાડ નજીક અતુલ કંપનીની પૂર્વ ભાગમાં નવી ઓફિસ બનાવી રહ્યા હતા. દેશમાં લોકડાઉન જાહેર થતા ઓફિસ બનાવવાનું કામ બંધ કરવામાં આવ્યું હતું.

9 બહારના યુનિટો જેની કિંમત 45 હજારની ચોરી થઇ હોવાની ફરિયાદ
બંધ પડેલી બાંધકામ સાઈડ 2જી ઓગષ્ટના રોજ સાઈડ ચાલુ કરવામાં આવી હતી. જેમાં નવી ઓફિસના બાંધકામની ખુલ્લી સાઈડ ઉપર ઓફિસની અંદરના 8 AC યુનિટ અને 9 બહારના યુનિટ મળતા ન હતા. સાઈડ ઉપર લગાવેલા CCTV ચેક કરતા 6 જુનની સાંજ સુધી સાઈડ ઉપર ACના યુનિટો દેખાઈ રહ્યા હતા. 7મી જૂને સવારના ફુટેજમાં ACના યુનિટ દેખાતા ન હતા. જેથી 6 જુનની રાત્રીએ કોઈ અજાણ્યા ઈસમો ACના યુનિટો ચોરી કરી ગયા હતા. જે અંગે રૂરલ પોલીસ મથકે અતુલ કંપનીના સિક્યુરિટી ઓફિસર સોમરાજ ગિરધારીલાલ હંસપાલે નવી ઓફિસની સાઈડ ઉપરથી 8 ઓફિસના યુનિટો અને 9 બહારના યુનિટો જેની કિંમત 45 હજારની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. Z

અન્ય સમાચારો પણ છે...