દારૂ ઝડપાયો:પારડીના દમણીઝાંપા પાસે કન્ટેનરમાંથી ઈંગ્લીશ દારૂની 7860 બોટલ મળઈ આવી

વલસાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બારડોલીના કેયુર ભંડારી નામના શખ્સે દારૂ મંગાવ્યો હતો

વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે બારડોલી તરફ જતા એક કન્ટેનરમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો લઈ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે LCBની ટીમે પારડી હાઇવે ઉપર દમણીઝાંપા પાસે કન્ટેનરને અટકાવી ચેક કરતા કન્ટેનરમાંથી 7,860 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત રૂ. 12.02 લાખ સાથે કન્ટેનર ચાલકને ઝડપી પાડ્યો હતો. કન્ટેનર અને દારૂનો જથ્થો મળી 32.07 લાખનો જથ્થો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.

વલસાડ LCBની ટીમની ટીમના PC હરદેવસિંહ રણજીતસિંહ રાણાને મળેલી બાતમીના આધારે એક કન્ટેનર ન. NL-01-AA-7986માં દમણમાં રહેતો ગણેશ નામના ઇસમે કન્ટેનરમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરાવી બારડોલી ખાતે રહેતા કેયુર ભંડારીને ત્યાં માલ આપવા જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે LCBની ટીમે પારડી દમણી ઝાંપા પાસે બાતમી વાળા કન્ટેનરને અટકાવી ચેક કરતા કન્ટેનરમાં 248 પેટીમાં 7860 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત રૂ. 12.02 લાખના દારૂના જથ્થા સાથે કન્ટેનર ચાલક નસીમ અસરૂ ગોહાના, રહે હરિયાણા, ની ધરપકડ કરી હતી.

LCBની ટીમે દારૂનો જથ્થો અને કન્ટેનર તથા મોબાઈલ મળી કુલ 32.07 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દારૂનો જથ્થો ભરાવી આપનાર ગણેશ અને મંગાવનાર બારડોલીનો કેયુર ભંડારીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. પારડી પોલીડ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દારૂનો જથ્થો ઠલાવવા માટે PVC સ્કેપ વેસ્ટજનું ડુપ્લીકેટ બીલનો ઉપયોગગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવા માટે બુટલેગરો અનેક પેંતરા અપનાવી રહ્યા છે. જેમાં કોમ્પ્યુટર રાઈઝ ડુપ્લીકેટ બિલ બનાવી ઇ-વે બિલ પણ સાથે રાખી વાહન સિઝ કરીને ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવા ઉપયોગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...