તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:જિલ્લા તાલુકાપંચાયતની 196 બેઠક માટે છેલ્લા દિવસ સુધીમાં 764 ફોર્મ ભરાયા

વલસાડ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
મામલતદાર કચેરીએ ફોર્મ ભરવા આખો દિવસ જમાવડો - Divya Bhaskar
મામલતદાર કચેરીએ ફોર્મ ભરવા આખો દિવસ જમાવડો
 • કોંગ્રેસના ઉમેદવારોએ છેલ્લા દિવસે ફોર્મ ભર્યા
 • ઉમેદવારીપત્રો ભરવાની અવધિ પૂરી, હવે સોમવારે ફોર્મ ચકાસણી
 • જિલ્લા પં.ની 38 બેઠક માટે 153 ઉમેદવાર -6 તા.પં.ની 158 બેઠક માટે 611 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
 • વલસાડમાં પણ આપની એન્ટ્રી, ભાજપના જૂનાજોગીએ જિ.પં.ની વાંકલ બેઠક પરથી ફોર્મ ભર્યું
 • ટિકિટ મુદ્દે ધમાસાણ બાદ નારાજ ભાજપના અનેક કાર્યકરોએ બળવો કરી અપક્ષમાં ઝૂકાવ્યું
 • ધરમપુર જિ.પં. 8 અને તા.પં.ની 24 બેઠક માટે બીજેપી, કોંગ્રેસ, આપ અને બીએસપી મળી 42ની ઉમેદવારી

વલસાડ જિલ્લામાં ભાજપમાં ઠેર ઠેર બળવાની સ્થિતિ વચ્ચે ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે જિલ્લા અને તાલુકા પંચાયતોની કુલ 196 બેઠક માટે કુલ 764 જેટલા મૂરતિયા સામે આવ્યા છે.ભાજપ,કોંગ્રેસ,આપ અને અપક્ષ ઉમેદવારોએ શનિવારે અંતિમ દિવસે ફોર્મ ભરવાની વિધિ પૂર્ણ કરી દીધી હતી.વલસાડમાં પણ આપની એન્ટ્રી થઇ હતી.જમાં જિ.પં.ની વાંકલ બેઠક પર ભાજપના જૂના જોગીએ આપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. હવે સોમવાર 15 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી અને 16મીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સમગ્ર ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

વલસાડ જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતોમાં ભાજપે 60 વર્ષની વયના,3 ટર્મ સભ્ય રહી ચૂકેલા અને હોદ્દેદારોના સગાસબંધીઓને ટિકિટ નહિ ફા‌ળવવાનો ક્રાઇટેરિયા અમલમાં મૂકતા વર્ષોથી ભાજપમાં કાર્યકર અને હોદ્દેદાર તરીકે કામ કરતા દાવેદારોની ટિકિટ કપાઇ ગઇ હતી.જ્યારે બેઠકોના જાતિ પ્રકારનું અનામત રોટેશન પણ આવા કાર્યકરો માટે ખુબ નુકસાનકારક સાબિત થયું હતું.જેના કારણે જૂના જોગીઓ પણ ચૂંટણીથી વંચિત રહી ગયા છે.આ સંજોગો વચ્ચે ભાજપે નવી યુવા બ્રિગેડને ટિકિટ આપતાં ભાજપમાં પ્રથમ દિવસથી જ ભડકો શરૂ થઇ ગયો હતો.ઉમેદવારી પત્રો સ્વીકારવાના પ્રથમ દિવસ 8 ફેબ્રુઆરીથી શરૂ થયેલી પ્રક્રિયા વચ્ચે શનિવાર 13 ફેબ્રુઆરી સુધીના છેલ્લા દિવસના અંતે ભાજપ,કોંગ્રેસ,આપ અને અપક્ષ ઉમેદવારોએ જિલ્લા અને 6 તાલુકા પંચાયતોની કુલ 196 બેઠક માટે કુલ 764 ઉમેદવારી પત્રો ભર્યા હતા.

છેલ્લા દિવસે 287 ઉમેદવારનો રાફડો ફાટ્યો
વલસાડ જિ.પં.અને 6 તા.પં.ની ચૂંટણી માટે શુક્રવાર સુધીમાં ભાજપ અપક્ષ સહિત 477 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા,જો કે શુક્રવારે કોંગ્રેસે જિ.પં.ના ઉમેદવારોની યાદી જાહેર કરતાં છેલ્લા દિવસ શનિવારે છેલ્લા દિવસે કોંગ્રેસના ઉમેદવારોએ તમામ બેઠકો પર ઉમેદવારી નોંધાવી હતી.જેના પગલે કોંગ્રેસ,અપક્ષ,આપ અને ડમી ઉમેદવારો સહિત એક જ દિવસમાં 287 ઉમેદવારનો રાફડો ફાટ્યો હતો.

16 ફેબ્રુઆરીના રોજ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે
જિલ્લા પંચાયતની 38 બેઠક અને વલસાડ, ધરમપુર, પારડી, વાપી, ઉમરગામ અને કપરાડાની તા.પં.ના ઉમેદવારોના ફોર્મની હવે 15 ફેબ્રુઆરીએ ચકાસણી અને પરત ખેંચવાની તારીખ 16 ફેબ્રુઆરી બાદ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.

છેલ્લા દિવસે ફોર્મ ભરાયા

તાલુકોબેઠકઉમેદવારી પત્રો
વલસાડ32114
પારડી2278
વાપી2069
ઉમરગામ30122
કપરાડા30124
ધરમપુર24104
કુલ158611

વલસાડ ન્યાય સમિતિના પૂર્વ અધ્યક્ષનો બળ‌વો
વલસાડ જિ.પં.ની વાંકલ બેઠક પર ભાજપ સામે પાર્ટીના જ જૂનાજોગી અને તા.પં.ના સામાજિક ન્યાય સમિતિના માજી અધ્યક્ષ ધીરૂભાઇ ગુલાબભાઇ પટેલે આપમાંથી ફોર્મ ભર્યું હતું.મોટી સંખ્યામાં કાર્યકરો સાથે પહોંચી આપના જિ.પ્રમુખ જીતુભાઇ દેસાઇની આગેવાની હેઠળ તેમણે કલેકટર કચેરીમાં ઉમેદવારી નોંધાવી હતી.

ભાજપનો ગઢ ગણાતી કકવાડી બેઠક પર ટંડેલ સમાજના ભાજપ કાર્યકરે અપક્ષમાંથી ઝંપલાવી રણશિંગુ ફૂંક્યું
ભાજપનો ગઢ ગણાતી વલસાડ તા.પં.ની કકવાડીદાંતી બેઠક પર મોટી- નાનીદાંતી, મેથિયા, ભાગલ, હિંગરાજઆંબાવાડી, કકવાડી મતવિસ્તારના ટંડેલ સમાજે નક્કી કરેલા ઉમેદવારને ભાજપે ટિકિટ ન આપતાં રોષ ફેલાયા બાદ શનિવારે યુવા કાર્યકર સંદિપ ટંડેલને અપક્ષમાં તૈયાર કરી ઉમેદવારીપત્ર ભરાવડાવ્યુ હતું.ટંડેલ સમાજના આગેવાનોએ મામલતદાર કચેરીએ પહોંચી ભાજપ સામે અપક્ષનું રણશિંગુ ફૂંક્યુ હતું.સંગઠન,ધારાસભ્ય,તા.મહામંત્રીને રજૂઆતો છતાં રજૂઆતોને ધ્યાને ન લેતાં ભાજપ સામે અપક્ષ ઉમેદવારી કરાઇ હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો