ઠગાઈ:વલસાડની મહિલાના ખાતામાંથી ઓનલાઇન 75 હજાર ઉપડી ગયા

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • KYC અપડેશન માટે જણાવી ઠગાઈ, સુરતનો ઈસમ ઝબ્બે

વલસાડના હાલરમાં રહેતી એક નોકરિયાત મહિલાને કેવાયસી અપડેશન કરવાનું જણાવી સુરતના એક ઠગ ઇસમે મહિલાના આઇસીઆઇસીઆઇ બેંકના ખાતામાંથી રૂ.75 હજારની રકમ બારોબાર ઉપાડી લેતાં વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી.પોલીસે ટેક્નિકલ વર્ક આઉટ કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી સફળતા મેળવી છે.

વલસાડના હાલરમાં જલતરંગ એપાર્ટમેન્ટમાં રહેતા મિતાબેન જનકભાઇ મોદી એક ઇસમે જીઓ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી મહિલાને કેવાયસી અપડેશન માટે ઓનલાઇન રૂ.10 ભરવાનું જણાવી એપ ડાઉનલોડ કરાવી કુલ રૂ.75 હજારની રકમ તેમના બેંક એકાઉન્ટમાથી ઉપાડી લીધાં હતા.છેવટે છેતરપિંડી થવાનું માલુમ પડતા મીતાબેને વલસાડ સાઇબરક્રાઇમ પોલીસ મથકે 1 ઓક્ટોબર 2021ના રોજ ફરિયાદ નોંધાવી હતી.આ ગુનો નોંધાતા આરોપીને ઝડપી પાડવા એજીપી ડો.એસ.પી.રાજકુમાર,એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ સૂચના જારી કરી હતી.

જેના આધારે ડીવાયએસપી મનોજસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ વલસાડ સાઇબર ક્રાઇમ પો.સ્ટે.ના પીઆઇ વી.એચ.જાડેજા,પીએસઆઇ જે.જી.મોડ તથા અધિકારી કર્મીઓની અલગ અલગ ટીમ વર્કઆઉટ શરૂ કરી દેતા મહિલા સાથે છેતરપિંડી કરનાર ઇસમ સુરતના કતારગામ ધનમોરા પાસે 85- જે.કે.પી.નગરમાં રહેતા 32 વર્ષીય કિશોર અરજણભાઇ પ્રજાપતિનું નામ ખુલ્યું હતું.વલસાડ સાઇબર ક્રાઇમની ટીમે તાત્કાલિક આ ઠગ ઇસમને એક જ દિવસમાં ગણતરીના કલાકમાં જ ઝડપી પાડી જેલભેગો કરી મહત્વની સફળતા પ્રાપ્ત કરી હતી.

મહિલાના બેંક ખાતામાંથી રકમ ઉપાડવા કતરાગામના ઠગે આ કસબ અજમાવ્યો
સુરતના કતારગામ ધનમોરાના ઠગ કિશોર પ્રજાપતિએ મહિલાને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી તેમના બેંક એકાઉન્ટ નંબર અને ઓટીપી માગી લીધો હતો.ત્યારબાદ તેમને AnyDesk નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવ્યું હતું.મહિલાએ આ એપ ડાઉનલોડ કરતાં તેણીના આઇસીઆઇસીઆઇ બેંકના સેવિંગ એકાઉન્ટમાંથી રૂ.26243 અને ક્રેડિટ કાર્ડમાંથી રૂ.49175 મળી કુલ રૂ.75418 ઓનલાઇન ટ્રાન્ઝેક્શન મારફતે બારોબાર ઉપાડી લેતા મહિલા સ્તબ્ધ થઇ ગઇ હતી

અન્ય સમાચારો પણ છે...