ચોરી:કોચીવલી એક્સપ્રેસ ટ્રેનમાં સુરતના વેપારીના 7.45 લાખના ઘરેણાંની ચોરી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ રેલવે પોલીસ મથકે 3 અજાણ્યા વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો

કેરાલાના કોલ્લંમથી કોચીવલી અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી સુરત આવી રહેલા એક મુસાફરની ટ્રોલીબેગમાંથી 135 તોલાના રૂ.7.45 લાખના સોનાના ઘરેણાં ભરેલો બોક્ષ 3 અજાણ્યા ઇસમો ચોરી જઇ મોટી ધાપ મારી ફરાર થઇ ગયા હતા.સુરતના વેપારીએ વલસાડ આવીને રેલવે પોલીસ મથકે ટ્રેનમાંથી ઘરેણાંની ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં જયંતિનગર,દેનાબેંક પાછળ પટેલ કોલોની ઉધના ખાતે રહેતાં અને મૂળ કેરાલાના કોલ્લંમના વેપારી રાજુ ઇન્નુ ક્રિશ્ચ્ન ઉ.55 15 ડિસેમ્બરના રોજ વતન કોલ્લંમ રેલવે સ્ટેશનથી કોચીવલી અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં પત્ની રેશમ્મા અને 2 દિકરી રિન્સી તથા દિન્સી સાથે કોચ નં.બી-5માં બેસી સુરત આવવા નિકળ્યા હતા.

દરમિયાન સુરત તરફ આવતાં 16 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે તેમની પિંક કલરની ટ્રોલીબેગ દરવાજા પાસે મૂકી બીજું સામાન લેવા ગયા ત્યારે દરવાજા પાસે 3 ઇસમ મજબૂત બાંધાના અને પોલીસ કટવાળા ઉભા હતા.રાજૂ ઇન્નુભાઇ સામાન લઇ પરત આવીને ટ્રોલી જોતાં તેની ચેઇન ખુલ્લી હતી.થોડીવાર પછી બેઠક પર જઇ બેગ ખોલીને જોતાં રૂ.745753ના સોનાના દાગીના ભરેલું બોક્ષ બેગમાંથી ગાયબ જણાઇ આવતાં હાંફળાફાંફળાથઇને પેલા ઇસમોની શોધ કરવા દોડ્યા હતા.

પરંતું ટ્રેનમાં તેમનો પત્તો મળ્યો ન હતો.આ દાગીનાના બોક્ષમાં 36 ગ્રામની સોનાની ફેન્સી ચેઇન રૂ.1,77,350 તથા 64.920 ગ્રામની 8 નંગ સોનાની બંગડી રૂ.3,42,810,એક જોડ સોાનાનું ઝુમખું 7.920 ગ્રામ કિ.રૂ.43,593 અને સોનાની ફેન્સી ચેઇન 28.220 ગ્રામ કિ.રૂ. 1,82,000 મળી કુલ રૂ.7,45,753ની મતાના સોનાના ઘરેણાંની ચોરી થવાની ફરિયાદ વલસાડ રેલવે પોલીસ મથકે નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...