સેલવાસથી સુરત દારૂની હેરાફેરી:વલસાડની ધરમપુર ચોકડી પાસે બોલેરો પિકઅપમાં ચોરખાનામાંથી 742 બોટલ ઝડપાઈ, 2 ઝડપાયા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા

વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે ધરમપુર ચોકડી બ્રિજ પાસેથી બતમીવાળી એક બોલેરો પિકઅપને અટકાવી ચેક કરતા બોલેરો પિકઅપમાં બનાવેલા ચોર ખાનામાંથી 742 બોટલ દારૂનો જથ્થા સાથે ચાલક અને અન્ય એક ઇસમને ઝડપી પાડ્યો હતો. દારૂનો જથ્થો ભરાવી આપનાર અને દારૂનો જથ્થો મંગાવનાર ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા.

વલસાડ LCBની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન LCBની ટીમને બોલેરો પિકઅપ ન. GJ-05-BU-2566માં બનાવેલા ચોર ખાનામાં સેલવાસથી દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જે દરમ્યાન બાતમી વાળો પિકઅપ ટેમ્પો આવતા ટેમ્પો ચાલકને રોડની સાઈડ ઉપર લાવી ચેક કરતા પિકઅપ ટેમ્પોમાં બનાવેલા ચોર ખાનામાંથી 742 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

વલસાડ LCBની ટીમે દારૂના જથ્થા સાથે રિઝવનખાન મહેબૂબખાન પાઠણ અને મોહમદ જુબેર સુલેમાન હાફીઝની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતા સેલવાસથી સંદીપ નામના ઇસમેં દારૂનો જથ્થો ભરાવી સુરત ખાતે અકરમ નામના ઇસમને આપવાનો હોવાની કબૂલાત કરી હતી. જેથી વલસાડ LCBની ટીમે બંને ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. વલસાડ LCBની ટીમે 724 બોટલ દારૂનો જથ્થો, પિકઅપ ટેમ્પો અને 3 મોબાઈલ મળી 6 લાખનો દારૂનો જથ્થો કબ્જે કરી સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...