વલસાડના ધરાસણા ખાતે નવા નિર્માણ કરાયેલા વીજ સબ સ્ટેશનમાં હવે 5 કિમી દૂર આવેલા શંકરતળાવ ગામને જોડી દેવાના તઘલખી નિર્ણય સામે વિવાદ ઉભો થયો છે.આ મામલે ગ્રામ પંચાયત શાસકોએ વિરોધ ઉઠાવી વીજ કંપની સામે વાંધો રજૂ કરતાં મામલો વિવાદે ચઢ્યો છે.
વલસાડના ડુંગરી ગામ નજીક નેશનલ હાઇવેને અડીને આવેલ શંકરતળાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં અંદાજિત 700થી વધુ પરિવારો વસવાટ કરે છે આ ગામને વર્ષોથી વીજ પુરવઠો નજીકના 1 કિલોમીટરે આવેલા ડુંગરી ગામના સબ સ્ટેશનમાંથી પૂરું પડાય છે.
પરંતુ હાલ ધરાસણા ગામમાં નવું વિજ સબ સ્ટેશન બનતા શંકરતળાવ ગામને વીજ પુરવઠો પૂરો પાડવા માટે ધરાસણાના સબસ્ટેશન સાથે જોડવા પંચાયતને ડીજિટલ જાણ થઈ છે.જેના કારણે ધરાસણા ગામ સબ સ્ટેશન સુધી લોકોને પહોંચવા 5 કિમિ સુધી લંબાવવું પડે અને તેના માટે સમય નાણાંનું ભારણ વધતાં વિરોધ ઉઠ્યો છે.
વિજ પ્રશ્નોની ફરિયાદ માટે 10 કિમીનો ફેરો
ડુંગરી નજીક ધરાસણા ગામે નવા વિજ સબસ્ટેશનનું અંતર શંકરતળાવથી 5 કિમી દૂર છે. વિજ સમસ્યા ઉદભવે તો લોકોએ ધરાસણા- શંકરતળાવ વચ્ચે જવા 10 કિમીનું અંતર કાપવાનું રહે છે.તેથી મુશ્કેલીઓ ધ્યાને લઇ ગામને સબ સ્ટેશન ડુંગરી સબ સ્ટેશનમાં જ રાખવા નાયબ કાર્યપાલક ઇજનેર સમક્ષ દાદ માગવામાં આવી છે. > રાકેશ પટેલ,પૂર્વ સરપંચ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.