તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્નીના હાથે પતિની હત્યા:વલસાડમાં ચારિત્ર્ય પર શંકા કરનાર વૃદ્ધ પતિને 70 વર્ષીય પત્નીએ ધોકા મારીને પતાવી દીધો

વલસાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દંપતીની બંને પુત્રી વિદેશમાં વસવાટ કરે છે
 • પોલીસે પત્નીની અટકાયત કરી

વલસાડમાં અજીબોગરીબ ઘટના સામે આવી છે. જીવનની ઢળતી ઉંમરે પતિ-પત્ની વચ્ચે એવો તે ઝઘડો થયો કે પત્નીએ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 70 વર્ષિય પત્નીની પોલીસે ઘરપકડ કરી છે. દંપતીની બન્ને પુત્રી વિદેશમાં વરસાવટ કરે છે.

ચારિત્ર્યની શંકાએ જીવ લીધો
વલસાડના વૈભવ કોમ્પલેક્ષમાં અમૃતભાઈ પટેલ તેમની પત્ની લક્ષ્મીબેન સાથે એકલા રહેતા હતા. સોમવારના રોજ લક્ષ્મીબેન મહાદેવના મંદિરે દર્શન કરી પરત આવતા લક્ષ્મીબેનના વૃદ્ધ પતિ અમૃતભાઈએ વૃદ્ધાના ચારિત્ર્ય પર વહેમ રાખી ઝઘડો કર્યો હતો. રાત્રે સાડા નવ વાગ્યે અમૃતભાઈ એ લક્ષ્મીબેન સાથે ફરી ઝઘડો કરી તેમના ચારિત્ર્ય ઉપર શંકા કરતા ગુસ્સે ભરાયેલા લક્ષ્મીબેને કપડાં ધોવાના ધોકા વડે અમૃત ભાઈને માર મારતા અમૃતભાઈ જમીન ઉપર પટકાયા હતા.

માથામાં અને કપાળ પર ધોકા વાગતા મોત
અમૃતભાઈને 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં માથાના ભાગે અને કપાળ ઉપર કપડાના ધોકા વડે માર મારતા સિવિલમાં સારવાર દરમિયાન અમૃતભાઈ મૃત્યુ પામ્યા હતા બનાવ અંગે કલ્પેશ રમેશ પટેલે સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે લક્ષ્મીબેન ને ડિટેન કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો