તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં 7 કોરોના પોઝિટિવ,ધરમુપર તાલુકાની મહિલાનું મોત

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

વલસાડ જિલ્લામાં કોરોના કેસોની ઘટતી જતી સંખ્યા સાથે શુક્રવારે પણ માત્ર 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.જ્યારે ધરમપુર તાલુકાના બારોલિયા ગામની 48 વર્ષીય મહિલાનું કોરાનાની સારવાર દરમિયાન મોત થયું હતું. જિલ્લામાં કોરોના કેસો જૂનના પ્રારંભ સાથે ઘટવા માડ્યા હતા.જિલ્લા વહીવટી તંત્ર,જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રના સંકલનમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે સઘન પ્રયાસો હાથ ધરાયા હતા.

દરમિયાન શુક્રવારે વલસાડ જિલ્લામાં કોરોનાના 7 કેસ નોંધાયા હતા,જેમાં વલસાડ તાલુકામાં 4 દર્દી,વાપીમાં 1 ,ઉમરગામમાં 1 અ્ને કપરાડા તાલુકામાં 1 દર્દી મળી આવ્યો હતો.જ્યારે બારોલિયા ગામની એક 48 વર્ષીય મહિલાએ કોરોના સામે દમ તોડી દીધો હતો.આ સાથે જિલ્લામાં સારવાર લઇ રહેલા 12 દર્દીએ કોરોનાને માત આપી સાજા થઇ જતાં પરિવારજનોમાં રાહતની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...