તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વલસાડ SMPL કંપનીમાં લાખોનો ચૂનો ચોપડનાર બિલ્ડરને 7 દિવસના રિમાન્ડ

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 3 વર્ષમાં ડબલ નાણાં આપવા સહિતની વાતો કરી હતી
 • સુરતની સ્પેશ્યિલ કોર્ટનો હુકમ, અનેક ભોગ બન્યા

વલસાડમાં બહુચર્ચિત SMPL નામની રિયલ એસ્ટેટનો ધંધો કરવા માટે સ્થાપેલી કંપની દ્વારા સમગ્ર પંથકમાં સંખ્યાબંધ રોકાણકારોને સાડા ત્રણ વર્ષમાંડબલ નાણાં આપવા તથા જમીનના પ્લોટ આપવાની આકર્ષક સ્કીમ હેઠળ લાખો રૂપિયાનો ચૂનો ચોપડનાર લીલાપોરના બિલ્ડર એન્ડ ડેવલપરને વલસાડ સિટી પોલિસે મંગળવારે ઝડપી પાડ્યા બાદ બુધવારે તેને રિમાન્ડ માટે સુરતની સ્પેશ્યિલ કોર્ટમાં લઇ જવાયો હતો.પોલીસે કોર્ટ સમક્ષ ગંભીર આર્થિક ગુનાને ધ્યાને લઇ રિમાન્ડ માગતા કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

વલસાડ તાલુકાના વાઘલધરાના વાડી ફળિયામાં રહેતા અને જી.પં.ના અપક્ષ સભ્ય ચેતન પટેલ અને લીલાપોરના બિલ્ડર એન્ડ ડેવલપર મળી 2011માં SMPL નામની રિઅલ એસ્ટેટના વ્યવસાય સાથે સાંકળતી કંપની સ્થાપી આકર્ષક સ્કીમ ઘડી કાઢી સાડા ત્રણ વર્ષે ડબલ અને જો પૈસા આપવામાં આ કંપનીના ડાયરેકટરો નિષ્ફળ જાય તો છરવાડા અને ચીખલામાં જમીના પ્લોટ આપવામાં આવશે તેવો પ્રલોભન આપવામાં આવ્યું હતું.આ સ્કીમની લાલચ આપતાં અનેક લોકોએ તેમની બચતની મહામૂલી બચતનું રોકાણ કર્યું હતું.

જેના નોટરી કરારો થયા હતા.રસીદો આપવામાં આવી હતી.દરમિયાન વલસાડ પાલિકાના એક નિવૃત્ત કર્મચારી પરિમલ જેરોમ અને તેમના સાળી તથા તેમની સાથે પાલિકામાં નોકરી કરતા એક કર્મચારી મળી કુલ રૂ.33.60 લાખનું રોકાણ કર્યું હતું.2015માં પાકતી મુદ્દત થઇ ગઇ હોવા છતાં નાણાં ન મળતા 23 માર્ચ 2021ના મંગ‌ળવારે વલસાડ સિટી પોલિસ મથકમાં ડાયરેક્ટર ચેતમ મંગુભાઇ પટેલ અને વિનોદ પ્રજાપતિ વિરૂધ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતાં ડાયરેકટર વિનોદ પ્રજાપતિને ઝડપી લીધો હતો.જેને બુધવારે સુરતની સ્પેશ્યિલ કોર્ટમાં રજૂ કરી આ ગુનાની તલસ્પર્શી તપાસ અને પૂછપરછ માટે રિમાન્ડ માગતા કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો.

હજુ જે લોકોના નાણાં SMPLમાં સલવાયા છે તેઓને તાત્કાલિક વલસાડ પોલીસ સ્ટેશનને સંપર્ક કરવા પીઆઇ વી.ડી.મોરીએ અનુરોધ કર્યો છે. અનેક રોકાણકારો પણ આ કેસમાં ભોગ બન્યા હોવાની આશંકાઓ છે. ત્યારે પોલીસ આ સમગ્ર કેસમાં તળિયા ઝાટક તપાસ કરે તો ચોંકાવનારી માહિતી બહાર આવી શકે તેમ છે.

ગંભીર આર્થિક ગુના માટે GPID એક્ટની કલમ લગાવાઇ છે
વલસાડ SMPL કંપનીના ડાયરેકટરોએ પ્રથમ તબક્કે રૂ.33.60 લાખની છેતરપિંડી બહાર આવી છે,પરંતુ આ આંકડો રૂ.2 કરોડથી ઉપર જવાની લોકોમાં આશંકા સેવાઇ રહી છે.આમાં પોલીસે આઇપીસી કલમ 406,420,114 લગાવી ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડીપોઝિટર્સ (ફાઇનાન્સિલ સેક્શન 3,7 અધિનિયમ 1 એસ્ટાબ્લિશમેન્ટ) એકટની કલમ પણ દાખલ કરી છે.જેની કોર્ટ માત્ર સુરતમાં જ હોવાથી આરોપીના રિમાન્ડ ત્યાંથી મેળવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો