તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરજ મોકૂફ:ધરમપુરના 7 કન્ડક્ટર બેજ લાયસન્સ રિન્યુઅલના અભાવે ફરજ મોકૂફ કરાયા

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરટીઓ દ્વારા કન્ડકટરના બેજ લાયસન્સ રિન્યુ કરાયા નથી

વલસાડના અનેક ડેપોમાં કન્ડકટરોના ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ ન આવતાં બેજ લાયસન્સ રિન્યુ ન થતાં કન્ડકટરોની હાલત કફોડી થઇ છે.સર્ટિફિકેટ મેળવવા ઇમેઇલ દ્વારા અરજી દિલ્હી મોકલી દેવામાં આવી હતી અને તેની રસીદ પણ આવી ગઇ છે.પરંતું આરટીઓમાં લાયસન્સ રિન્યુ માટે અરજી કરવા છતાં ફર્સ્ટ એઇડ સર્ટિ.ના અભાવે રિન્યુઅલ કરાયા નથી.જેના કારણે ધરમપુર એસટી ડેપોના 7 કન્ડકટરને વિભાગ દ્વારા ફરજ પરથી ઉતારી દેવામાં આવ્યા છે.આ પરિસ્થિતિ સર્જાતા કન્ડકટરોના પરિવાર ઉપર મોટી આફત આવી ચઢી છે.તેમણે લાયસન્સ રિન્યુ થાય ત્યાં સુધી ફરજ ઉપર ચાલૂ રાખવા માગ કરી છે.

હાજરી ચોપડે લેતા નથી અને પગાર કાપી લેવાય છે
ધરમપુરના કન્ડકટરોએ ફરિયાદ કરતા જણાવ્યું કે,હાલે બેજ લાયસન્સ રીન્યુ ન કરાતા ફરજ પરથી ઉતારી દેવાયા છે.હાજરી લેવામાં આવતી નથી અને પગાર કાપવામાં આવે છે.જેના કારણે પરિવારના નિભાવની કફોડી સ્થિતિ ઉભી થઇ છે.

લાયસન્સની અરજી કરી હોવા છતાં રિન્યૂ થયું નથી
કન્ડકટરોના ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ દિલ્હી સ્થિત સેન્ટ જોન્સ નામની સંસ્થામાંથી ઇસ્યુ થાય છે હાલે કોવિડની પરિસ્થિતિમાં દિલ્હીમાં કામ બંધ છે જેના કારણે સર્ટિ.આવ્યા નથી.જેના કારણે આરટીઓએ બેજ લાયસન્સ રિન્યુ ન કરતા એસટીની ફરજ પરથી ઉતારી દેવાયા છે.દિલ્હી અરજી કરી હતી અને તેની રસીદ પણ આવી છે,જેને માન્ય ગણી ફરજ ચાલૂ રાખવા માગ છે. > વિક્રમ ગાવિત, કન્ડકટર

અન્ય સમાચારો પણ છે...