વલસાડમાં રૂરલ G.E.Bની બેદરકારીને પગલે 7 ભેંસ ને કરંટ લાગતાં ઘટન સ્થળેજ ભેંસોએ જીવ ગુમાવ્યો હતો. આ બનવાને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બેદરકારી ભર્યા બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ, વલસાડના ભાગડાવડા ગામે આવેલા પાલીહીલ -3 નજીક ખુલ્લી જગ્યામાં 7 જેટલી ભેંસ ચરવા માટે આવી હતી. તે દરમિયાન નજીકમાં વીજ તાર લટકેલી હાલતમાં હોવાથી ભેંસને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં 7 જેટલી ભેંસોને કરંટ લાગવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જેને લઇને ભારે ભાગદોડ મચી જવા પામી હતી. અને તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરવાની નોબત પડી હતી.
આટલી મોટી ઘટન બન્યા બાદ પોલીસ પણ હરકતમા આવી જઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી આ અંગે તપાસ હાથ ધરી હતી. અને ગુન્હો દાખલ કરવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વલસાડમાં ગ્રામ્ય વિસ્તારમાં ઠેક ઠેકાણે અસંખ્ય ફરિયાદનો નિકાલ થયો નથી. જેના કારણે ગ્રાહકોમાં પણ રૂરલ G.E.B પ્રત્યે ભારે નારાજગી ફેલાયેલી છે. આ અગાઉ પણ આવા નાના મોટા અકસ્માતો બનવા પામ્યા છે. તેમ છતાં રૂરલ G.E.B ના અધિકારીઓ સુધારવાનું નામ લેતા નથી ત્યારે આ બધી બાબતોની વચ્ચે આ 7 ભેંસ ના અકસ્માતે જીવ ગુમાવવાની ઘટનાથી લોકોમાં વધુ નારાજગી ફેલાયેલી જોવા મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.