રિમાન્ડ પૂરા થતાં જેલને હવાલે:વલસાડમાંથી ઝડપાયેલા 7 આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં ધકેલાયા, વિવિધ રાજ્યોમાં 15 જેટલા ચોરીના ગુના આચર્યા હતા

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચડ્ડી ગેંગે અલગ અલગ રાજ્યોમાં ઘરફોડ તથા વાહન ચોરીના ગુના આચર્યા હતા
  • પોલીસે અતુલ ખાતેની ઘરફોડ ચોરી મળી 15 જેટલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો
  • વલસાડ રૂરલ પોલીસે ટ્રાન્સફર વોરંટ વડે આરોપીઓનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી

વલસાડ પોલીસે આંતરરાજ્ય ઘરફોડ ચોરી આચરતી કુખ્યાત ચડ્ડી ગેંગના 7 સાગરીતોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પારડી અને વલસાડ રૂરલ પોલીસ હદ વિસ્તારના અતુલમાં ઘરફોડ ચોરી મળી 15 જેટલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો. તે કેસમાં પારડી પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ વલસાડ રૂરલ પોલીસે ટ્રાન્સફર વોરંટ વડે ચડ્ડી ગેંગના 7 આરોપીના કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

આરોપીઓને વલસાડની કોર્ટમાં રજૂ કરીને 7 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને આગળની તપાસ હાથ ધરી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમે ચડ્ડી ગેંગના 7 આરોપીઓના રિમાન્ડ દરમ્યાન કડકાઇથી પૂછપરછ હાથ ધરીને ચડ્ડી ગેંગના અન્ય સાગરીતોને ઝડપી પાડવા તેમજ ચોરી કરેલો મુદ્દામાલ રિકવર કરવા અંગે જરૂરી માહિતીઓ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં ચડ્ડી ગેંગના 7 આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

વલસાડ SOG અને LCBની ટીમ પારડી પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન વલસાડ LCBના PSI પનારાને મળેલી બાતમીના આધારે નાના વાઘછીપા-ચિવલ રોડ ઉપર જતી કાર નંબર (GJ-01-RD-9857)માં આંતરરાજ્ય ચડ્ડી ગેંગના 7 જેટલા સાગરીતો કોઈ ઘટનાને અંજામ આપવા જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. ગેંગના સાત આરોપીઓને ઝડપી પાડવા વલસાડ LCBની ટીમના જવાનોએ વોચ ગોઠવી હતી અને ચડ્ડી ગેંગના 7 જેટલા સાગરીતોને ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા ચડ્ડી ગેંગના સાગરીતોએ પારડી અને વલસાડ તાલુકામાં અતુલ ખાતે ઘરફોડ ચોરી મળી આંતરરાજ્ય 15 ચોરીઓના ભેદ ઉકેલ્યા હતા. વલસાડ LCBની ટીમે આરોપીને ઝડપી પારડી પોલીસને તપાસ સોંપી હતી. પારડી પોલીસની તપાસ પૂર્ણ થતાં આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. વલસાડ રૂરલ પોલીસની ટીમે ચડ્ડી ગેંગના 7 આરોપીના ટ્રાન્સફર વોરંટ વડે કબ્જો મેળવી અતુલ ખાતે થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં ચડ્ડી ગેંગના 7 આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને વલસાડ રૂરલ પોલીસની ટીમે આરોપીઓના કોર્ટ પાસેથી 3 દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. ચડ્ડી ગેંગના 7 આરોપીઓને કડકાઇથી પૂછપરછ હાથ ધરીને અતુલ વિસ્તારમાં ચોરી કરેલો મુદ્દામાલ રિકવર કરવા તેમજ ચોરીમાં સંડોવાયેલા ચડ્ડી ગેંગના અન્ય સાગરીતો અંગે માહિતીઓ મેળવી મુદ્દામાલ રિકવર કરવા તેમજ ગેંગમાં સંડોવાયેલા અન્ય સાગરીતોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ચડ્ડી ગેંગના સાગરીતોને રિમાન્ડ પૂરા થતાં તમામ આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...