તિરંગા પ્રત્યે જાગૃતિ:દાનહમાં 69મા મુક્તિ દિને પોલીસ વિભાગની બાઈક પર તિરંગા યાત્રા

સેલવાસ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંઘપ્રદેશ દાનહના 69મા મુક્તિ દિનની પ્રશાસનિક વિભાગ અને સામાજીક સંગઠનો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. જેમાં પોલીસ વિભાગે બાઈક રેલી કાઢી હતી. દાનહ પોલીસ વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અને દાનહના69માં મુક્તિદિવસ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી તિરંગા બાઇક રેલી કાઢવામાં આવી હતી.

જેને કલેકટર ભાનુપ્રભા અને એસપી રાજેન્દ્રપ્રસાદ મીનાના હસ્તે લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. આ બાઇક રેલી આખા સેલવાસ શહેરમાં ફરી હતી. ત્યાર બાદ ગામડાઓમાં પણ તિરંગા ઝંડા પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે ફરી હતી.આ રેલીમાં પીઆઇ,પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...