વલસાડ જિલ્લા LCBની ટીમ પારડી પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન પારડી તાલુકાના કલસર 2 માઈલ ચાર રસ્તા પાસે પોલીસે દમણથી દારૂ ભરીને આવતો આઇસર ટેમ્પો અટકાવી ટેમ્પમાંથી કુલ 6768 બોટલ વિદેશી દારૂનો જથ્થો રૂ. 13.83 લાખનો દારૂનો જથ્થો સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. દારૂની હેરાફેરીના કેસમાં સંડોવાયેલા 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરી કુલ રૂ. 23.88 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો.
વલસાડ LCBની ટીમ પારડી પોલીસ મથક હદ વિસ્તારમાં વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન મળેલ બાતમીના આધારે દમણથી એક ટેમ્પો ન. MH-20-GC-3003માં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતો. મળેલી બાતમીના આધારે વલસાડ LCBની ટીમ કલસર 2 માઇલ ચાર રસ્તા પાસે બાતમીવાળા ટેમ્પોની વોચ ગોઠવી હતી. જે દરમિયાન દમણથી દારૂ ભરી કલસર પાતલીયા ચેક પોસ્ટ તરફથી આવતા આઇસર ટેમ્પો નંબર MH-20-GC-3003ને આવતા પોલીસે રોક્યો હતો. જેમાં તપાસ કરતા તાડપત્રી ખોલીને જોતા પ્લાસ્ટિકના મીણીયાની થેલીમાં વેસ્ટ કચરાની બેગ મળી આવી હતી. જેને હટાવીને ચેક કરતા દારૂ બોક્સ નંગ 215 જેમાં વેદેશી દારૂની બોટલ નંગ 6768 જેની કિં. રૂ. 13,83,600 મળી આવી હતી. પોલીસે આઇસર ટેમ્પો ચાલક ઝમીર મન્નન મિયા સૈયદ રહે મહારાષ્ટ્ર ઔરંગાબાદ ને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ દારૂનો જથ્થો કોણે ભરી આપેલ અને ક્યાં લઈ જવાનો હતો. જે અંગે પૂછતા વાપી ખાતે રહેતા રાજાભાઈ જેના પુરા નામ ઠામની ખબર નથી તેણે દમણ ખાતે ટેમ્પામાં માલની હેરાફેરી માટે બોલાવી દમણમાં રહેતા કેવિન પટેલ જેના પુરા નામ થામની ખબર નથી તેનો કોન્ટેક્ટ કરી આપ્યો હતો. અને કેવિન પટેલે દમણ ભીમપોરથી ટેમ્પો લઈ દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. અને સુરત ખાતે રહેતા રહીમ જેના પુરા નામ થામને ખબર નથી જેના વોટ્સએપ લોકેશન જગ્યાએ પહોંચાડવા જણાવ્યું હતું. ત્યારે પોલીસે વાપીના રાજાભાઈ, દમણના કેવિન પટેલ અને સુરતના રહીમ સહિત ત્રણ ઈશમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. અને દારૂ નો જથ્થો તેમજ ટેમ્પા ની કિં. રૂ.10 લાખ, મોબાઇલ સહિત કુલ રૂ. 23 લાખ 88 હજાર 600 નો મુદ્દા માલ કબજે કર્યો હતો. અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.