વેક્સિનેશન:વલસાડ જિલ્લામાં 18+ના 66 ટકા લાભાર્થીઓ કોરોના રસીની રાહમાં, પ્રથમ ડોઝમાં ધીમી ગતિથી નારાજગી

વલસાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંપની અને કામના સ્થળે રસી લેવાનું ફરજીયાત કરાતા યુવા વર્ગની દોડધામ વધી
  • જાગૃતિ વધતાં લાભાર્થીઓની વેક્સિન લગાવવા દોડ
  • આરોગ્ય વિભાગ સેકેન્ડ ડોઝને પ્રાધાન્ય આપે છે
  • કોરોના સંક્રમણ ઘટતાં 6 તાલુકામાં એક પણ કેસ નહિ હવે જિલ્લામાં માત્ર 1 એક્ટિવ કેસ

વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગને સરકાર દ્વારા ઉપલબ્ધ વેક્સિનના જથ્થાને ધ્યાને લઇ વેક્સિનેશન સેન્ટરો ઉપર છેલ્લા 3 માસથી 18 પ્લસની વયજૂથના લોકોમાં 33 ટકા વેક્સિનેશન થઇ શક્યું છે. જ્યારે હજી મળવાપાત્ર 66 ટકા યુવાવયના લોકોને વેક્સિન આપવા વધુ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ કરવા રાહ જોવામાં આવી રહી છે. હાલમાં વેક્સિનેશન માટે ભારે તાલાવેલી જોતાં રસીકેન્દ્રો ઉપર મોટી સંખ્યામાં સવારથી જ ભીડ જોવા મળી રહી છે.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 16 જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું. જો કે પ્રથમ તબક્કે હેલ્થ વર્કર, કોરોના વોરિયર્સ અને 60 પ્લસના વ્યક્તિઓને પ્રથમ ડોઝ આપવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ત્યારબાદ 45 થી 59 વયજૂથને રસી આપવાનું અભિયાન શરૂ થયું હતું. આ પ્રક્રિયા તબક્કાવાર હાથ ધરાઇ રહી હતી તે દરમિયાન યુવા વર્ગમાં વેક્સિન માટે ભારે જીજ્ઞાશા વર્તાઇ હતી. 18થી 45 વર્ષની વયના લાભાર્થીઓ મોટા ભાગે વ્યવસાય, નોકરી ધંધા સાથે જોડાયેલા હોવાને લઇ ઘરથી બહાર નિકળવા આ વર્ગના લોકોની સંખ્યા સૌથી વધુ હોય છે.

સરકારે 3 માસથી 18 પ્લસના લોકોને વેક્સિન આપવા શક્યત: લક્ષ્યાંક તરફ પહોંચવા પ્રયાસો કરવા છતાં હજી મહત્તમ યુવાવર્ગને રસીકરણ કરવા માટે પૂરતા પ્રમાણમાં વેક્સિન ડોઝ ઉપલબ્ધ થઇ શક્યા નથી. વલસાડ જિલ્લામાં હજી લક્ષ્યાંકના 66 ટકા યુવાવર્ગના જૂથને વેક્સિન આપવાની બાકી છે, જેની ઝડપ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વધારવા પ્રયત્નો કરાઇ રહ્યા છે. બીજી તરફ જિલ્લામાં હવે માત્ર 1 એક્ટિવ કેસ રહ્યો છે. જ્યારે મંગળવારે જિલ્લાના 6 પૈકી એકપણ તાલુકામાં કોરોનાનો કેસ નોંધાયો ન હતો.

જિલ્લામાં 18 પ્લસનો લક્ષ્યાંક 8,73,836
વલસાડ જિલ્લામાં 18 પ્લસની વયજૂથમાં વેક્સિનેશન કરવા માટે પાત્રતા ધરાવતા કુલ લાભાર્થીઓની સંખ્યા 873836 જેટલી છે.જેમાંથી અત્યાર સુધી 295885 જેટલા 18 પ્લસના લાભાર્થીઓને રસી આપી દેવામાં આવી છે.હજી તેમાંથી 66 ટકા વ્યક્તિઓને વેક્સિન આપવાની બાકી રહી છે.જે તબક્કાવાર વેક્સિનના ઉપલબ્ધ જથ્થાના પ્રમાણે અપાઇ રહી છે.

થર્ડ ફેઝમાં 45 પ્લસનું હાલનું વેક્સિનેશન

વય ક્રાઇટેરિયાલક્ષ્યાંકવેક્સિનેશનટકા
ફર્સ્ટ ડોઝ 45 +51805729921157
સેકન્ડ ડોઝ 45 +29921120507969
‌ફર્સ્ટ ડોઝ 18 +87383629588534

લક્ષ્યાંક પૂરો થતા ડિસેમ્બર લાગશે
સમગ્ર રાજ્યમાં વેક્સિનેશનની ઝડપ વધારવા માટે સરકાર પ્રયત્નશીલ છેે.તે જોતાં વલસાડ જિલ્લામાં 18 પ્લસનો લક્ષ્યાંક જોતાં હજી ડીસેમ્બર સુધીનો સમય લાગી શકે છે.હાલમાં 12 થી 15 હજાર ડોઝ છેલ્લા એક બે દિવસથી મળે છે પણ કેટલો જથ્થો મળશે તેની કોઇ ચોક્કસ સ્થિતિ નથી.ક્યારેક વધુ તો ક્યારેક ઓછો જથ્થો મળતાં તેની ઝડપ આગળ પાછળ થઇ રહી છે. બીજી તરફ તંત્ર દ્વારા રવિવાર અને બુધવારે માત્ર સેકેન્ડ ડોઝ જ આપી રહ્યા હોવાથી નારાજગી જોવા મળી રહી છે.

ઓનલાઇન માટે માત્ર 20 ટકા વેક્સિનનો જથ્થો
ઓનલાઇન રજિસ્ટ્રેશનવાળાને સેન્ટર દીઠ 20 ટકા વેક્સિન વેક્સિન વલસાડ જિલ્લામાં કુલ 140 રસીકરણ કેન્દ્રો ઉપર જિલ્લા આરોગ્ય વિભાગને મળતા જથ્થાના હિસાબે વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે.જેમાં મહદઅંશના સેન્ટરો ઉપર 100 ડોઝ પહોંચાડવામાં આવે છે જેમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન ધરાવતા લાભાર્થીઓ માટે 20 ટકા વેક્સિન અલગથી આપવામાં આવી રહી છે.જેના કારણે 100માંથી વોકઇન વેક્સિનેશન માટે 80 ડોઝ સેન્ટરો પર આવતા લોકો મ‌ળતા અન્યોને પરત થ‌વાની નોબત આવે છે.

અન્ય સમાચારો પણ છે...