બોર્ડનું પરિણામ:વલસાડ જિલ્લામાં ધોરણ 10નું 65.12% પરિણામ આવ્યું, 118 વિદ્યાર્થીઓએ A1, 956 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો

વલસાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2,199 વિદ્યાર્થીઓએ B1 અને 3,566 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો
 • 4,058 વિદ્યાર્થીઓએ C1 અને 2,433 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા SSCના વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધો. SSCની પરીક્ષાનું પરિણામ આજે સોમવારે સવારે 8 કલાકે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લાનું 65.12% પરિણામ જાહેર થયું હતું.

બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થતાં જ સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઈન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવામાં આવી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું. કેટલીક સ્કૂલોમાં સર્વર પ્રોબ્લેમના કારણે વેબસાઈટ ખુલતી નહોતી.

વલસાડ જિલ્લામાં SSCની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થતાં જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં નોંધાયેલા21,218 વિદ્યાર્થીઓ પૈકી 118 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 956 વિદ્યાર્થીઓએ A2 સ્થાન મેળવ્યું, 2,199 વિદ્યાર્થીઓએ B1 સ્થાન મેળવ્યું અને 3,566 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. 4,058 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ મેળવ્યો, અને 2433 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 159 વિદ્યાર્થીઓએ D ગ્રેડ અને 0 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો છે.

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં SSCની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાદરા નગર હવેલીમાં SSC બોર્ડની પરીક્ષામાં નોંધાયેલા 2,690 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 74 વિદ્યાર્થીઓએ A2 સ્થાન મેળવ્યું, 242 વિદ્યાર્થીઓએ B1 સ્થાન મેળવ્યું અને 403 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. 404 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ મેળવ્યો, અને 207 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 7 વિદ્યાર્થીઓએ D ગ્રેડ અને 0 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો છે.

સંઘ પ્રદેશ દમણમાં SSCની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થતાં દમણના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દમણમાં SSC બોર્ડની પરીક્ષામાં નોંધાયેલા વિદ્યાર્થીઓ 2,127 પૈકી 1 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 72 વિદ્યાર્થીઓએ A2 સ્થાન મેળવ્યું, 208 વિદ્યાર્થીઓએ B1 સ્થાન મેળવ્યું અને 349 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. 388 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ મેળવ્યો, અને 174 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 9 વિદ્યાર્થીઓએ D ગ્રેડ અને 0 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો છે.

કયાં પરિણામ વધ્યુ-ઘટ્યું

કેન્દ્રનું નામ20222020તફાવત
ધરમપુર68.9562.786.16
પારડી70.2669.781.14
સેલવાસ54.8167.86-13.05
વાપી68.4771.49-3.02
દમણ56.6269.68-13.06
ઉમરગામ68.5468.69-0.15
નાનાપોંઢા51.9832.1419.83

જિલ્લાનું પરિણામ

 • ટકાવારી- 65.12 ટકા
 • નોંધાયેલા વિદ્યાર્થી- 21218
 • બેઠેલા વિદ્યાર્થી- 20714
 • એ-1 ગ્રેડમાં ઉત્તીર્ણ- 118
 • એ-2 ગ્રેડમાં ઉત્તીર્ણ- 956
 • બી-1 ગ્રેડમાં- 2199
 • બી-2 ગ્રેડમાં- 3566
 • સી-1 ગ્રેડમાં- 4058
 • સી-2 ગ્રેડમાં- 2433
 • ડી-ગ્રેડમાં- 159
 • કુલ સફળની સંખ્યા- 13489
 • અસફળની સંખ્યા-7225

વલસાડ જિલ્લામાં 4 વિદ્યાર્થિની ટોપર
વલસાડ જિલ્લામાં એ-1માં સોથી પ્રથમ વાપીની સેન્ટ ફ્રાન્સિસ સ્કુલની,દ્વિતિય ક્રમે વલસાડ કુસુમ વિદ્યાલયની વિદ્યાર્થિની સ્મિત ભુપેન્દ્રકુમાર ટંડેલ 95.00 ટકા,ત્રીજા ક્રમે વલસાડ આવાબાઇની વિદ્યાર્થિની 94.83 ટકા,ચોથા ક્રમે શેઠ આરજજે ઇ.મીડિ.ની તમન્ના ભાનુશાલી 94.00 ટકા

5 શાળાનું 0 ટકા પરિણામ, 23 શાળાનું 30 ટકા

વલસાડ જિલ્લામાં 5 શાળાનું પરિણામ શુન્ય ટકા આવ્યું છે. 2020માં 3 શાળાનું પરિણામ શુન્ય ટકા આવ્યું હતું. 6 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. 2020માં 11 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું હતું. જિલ્લામાં 30 ટકા કરતાં ઓછા પરિણામવાળી શાળાઓની સંખ્યા 32 છે. 2022માં 54 શાળાઓનું પરિણામ 30 ટકા કરતાં અોછુ આવ્યું હતુ. 2021માં સરકારે માસ પ્રમોશન આપ્યુ હતું.જે મુજબ ધો.10માં વલસાડ જિલ્લામાં 175 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડમાં આવ્યા હતાં.એ-2 ગ્રેડમાં 782, બી-1માં 1723, બી-2માં 3234 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં. જયારે ચાલુ વર્ષે એ-1 ગ્રેડમાં 118 વિદ્યાર્થીઓ આવ્યાં છે.

પરિણામ ઉંચુ હોય સાયન્સનો ટ્રેન્ડ રહેશે
વર્ષ 2022માં વર્ગ ખંડમાં ઓફલાઇન શિક્ષણનું મહત્વ વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજાયું હતું. જેને લઇ વધુ મહેનત કરી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેના ફળ સ્વરૂપ પરિણામ પાછલા વર્ષ કરતા ઉંચું આવ્યું છે. આ વર્ષે પણ પરિણામ જોતા સાયસન્સનો ટ્રેન્ડ પ્રથમ રહેશે તેવું વિદ્યાર્થીનો ઝોક જોતા જણાયું છે.બાદમાં કોર્મસનું પણ રહેશે.> અશ્વિનભાઇ રાવલ, આચાર્ય, આવાબાઇ સ્કુલ, વલસાડ

​​​​​​​સફળતા|વાપીની મનિષા સુથાર 99.96 પી.આર.સાથે જિલ્લામાં પ્રથમ
વલસાડ જિલ્લામાં ધો.10માં વાપી સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલની વિદ્યાર્થિનીએ ડંકો વગાડયો છે. મનિષા સુથારે 99.96 પી.આર.(600માંથી 580 માર્કસ) સાથે જિલ્લામાં પ્રથમક્રમ મેળવ્યો છે. આ સાથે ગણિત, વિજ્ઞાનમાં 100માંથી 100 માર્કસ મેળવવામાં પણ સફળતા મેળવી છે. આ સફળતાને લઇ પરિવારજનો અને સ્કૂલ વતૂર્ળમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. વાપી નુતનનગરમાં કુષ્ણ વિહાર સોસાયટીમાં રહેતા સુુથાર મનિષા મુકેશભાઇ (મુળ રહે.જોધપુુર રાજસ્થાન)એ ધો.10ની પરીક્ષા સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલમાંથી આપી હતી.

મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી આગળ વધીશ
ધો.10ની બોર્ડની પરીક્ષા માટે 7થી 8 કલાક સુધી વાંચન કરતી હતી. પહેલેથી સેલ્ફ પ્રેક્ટિસ કરી હતી. મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી આગળ વધીશ. બોર્ડ છે એવો ડર મનમાંથી કાઢી નાખો. મહેનતથી સફ‌ળતા મ‌ળે છે. મારા માતા-પિતા અને શિક્ષકોએ આ સફળતા માટે ઘણો જ સહયોગ આપ્યો છે. જેથી આ પરિણામ આવ્યું છે. - મનિષા સુથાર, ટોપર, સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલ

અન્ય સમાચારો પણ છે...