વલસાડ જિલ્લાની વિધાનસભાની 5 બેઠક ઉપર 1 ડિસેમ્બર 2022ના રોજ યોજાનાર ચૂંટણી જંગમાં મતદારો થનગની રહ્યા છે ત્યારે મતદારોને રિઝવવા માટે રાજકીય પક્ષો પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે તમામ વિધાનસભા મતદાર વિભાગોની મતદાર યાદી-2022માંથી 6378 જેટલા મતદારોના નામોની કમી થઇ છે જ્યારે 6075 મતદારના મૃત્યુ થયા છે.
જેના કારણે આવા મતદારોના નામો મતદારયાદીમાંથી કમી થવાની સ્થિતિ સામે આવી છે.વિધાનસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઇ ચૂક્યું છે અને તમામ મોરચે પ્રચારકાર્ય ધીમી ગતિએ આગળ ધપી રહ્યું છે ત્યારે મતદારોનો સંપર્ક કરવો દરેક રાજકીય પક્ષોના ઉમેદવારો માટે મહત્વનું બની રહ્યું છે.આ સંજોગો વચ્ચે ચૂંટણીના પ્રચારની ગતિ તેજ થઇ રહી છે ત્યારે ઉમેદવારો મતદારો સુધી પહોંચવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે.2022માં જિલ્લાના મતદાર યાદી સુધારણા કાર્યક્રમો ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા.
જેમાં નવા મતદારોના નામો ઉંમેરવા,કમી કરવા,સરનામા બદલવા જેવા સુધારાઓ માટે ખાસ ઝુંબેશ હાથ ધરાઇ હતી.બાદમાં 1 ઓક્ટોબર 2022 મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી.આ યાદીમાં આ વખતે મતદારો ગત ચૂંટણી કરતા 1.62 લાખ વધ્યા હતા.જો કે મતદાર યાદી સુધારણા બાદ ઘણાં મતદારોના નામો કમી થયા છે.જેને લઇ આ ચૂંટણીમાં એક એક મતનું મહત્વ હોય છે ત્યારે ઉમેદવારો જે મતદારો યાદીમાં સમાવિષ્ટ છે તે તમામ સુધી પહોંચવા પ્રયાસો કરશે.
આ યાદીમાં આ વખતે વલસાડ જિલ્લાની 5 વિધાનસભા મતદાર વિભાગમાંથી કુલ 6378 મતદારના નામો કમી થયા છે.આ ઉપરાંત 6075 જેટલા મતદારબંધુઓના મૃત્યુ થતાં તેમના નામો પણ મતદારયાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. સરકારી કર્મચારી અને આંગણવાડી વર્કરો વધુ મતદાન થાય તે માટે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે.
જિ.ના 5 મતદાર વિભાગોમાંથી સ્થળાંતર થયેલા મતદારો
મતદાર વિભાગ સ્થળાંતર મતદારો
178-ધરમપુર 999 |
179-વલસાડ 1961 |
180-પારડ઼ી 1537 |
181-કપરાડા 884 |
182-ઉમરગામ 997 |
જિલ્લામાં 5 મતદાર વિભાગોમાં મૃત્યુ પામેલા મતદારોની સંખ્યા
મતદાર વિભાગ | મૃત્યુ પામેલા મતદારો |
178-ધરમપુર | 1651 |
179-વલસાડ | 1052 |
180-પારડી | 1145 |
181-કપરાડા | 1705 |
182-ઉમરગામ | 522 |
182-ઉમરગામ | 522 |
જિલ્લામાં 5 બેઠકો પર કુલ મતદારો
વિધાનસભા બેઠક | પુરૂષ | સ્ત્રી | અન્ય | કુલ |
178-ધરમપુર | 125245 | 125801 | 0 | 251046 |
179-વલસાડ | 133422 | 130854 | 2 | 264278 |
180-પારડી | 136738 | 122520 | 5 | 259263 |
181-કપરાડા | 135275 | 131195 | 5 | 266475 |
182-ઉમરગામ | 151902 | 133493 | 3 | 285398 |
કુલ | 682582 | 643863 | 15 | 1326460 |
વિવિધ કારણોસર મતદારોનું સ્થળાંતર
વલસાડ જિલ્લામાં મતદાર યાદીમાંથી 6378 મતદારો સ્થળાંતર કરી ગયા છે.જેઓ એક શહેર,ગામ કે અન્યત્ર સ્થળાંતર કરી જતાં મતદાર યાદીમાંથી નામો કમી કરવામાં આવ્યા છે.જેમાં લગ્ન થયા બાદ,નોકરીના કારણે કે વ્યવસાયના કારણે મતદારો એક થી બીજા સ્થળે શિફ્ટ થઇ જતા હોય છે.અમુક મતદારો સંતાનો જ્યાં સ્થાયી થયા હોય ત્યાં પણ ચાલી જતાં હોય છે.આમ વિવિધ કારણોથી મતદારોનું સ્થળાંતર શક્ય બને છે અને મતદાર યાદીમાંથી નામ કમી કરાવવાની સ્થિતિ સર્જાતી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.